ગંગટોક
સિક્કિમમાં બુધવારે જે તબાહી આવી તેણે 14 લોકોના જીવ લીધા અને હજુ પણ સેનાના 22 જવાનો સહિત લગભગ 89લોકો ગૂમ છે. જેમની શોધખોળ માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.
સિક્કિમમાં આગામી 48 કલાક ભારે છે. હવામાન ખાતાએ બે દિવસ માટે સિક્કિમમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. એટલું જ નહીં બિહાર,બંગાળ, મેઘાલય,અસમ અને ઝારખંડમાં પણ ભારે વરસાદ પડી શકે વાદળ ફાટ્યા બાદ આવેલી તબાહી ચારેબાજુ જોવા મળી રહી છે.તીસ્તા નદીનો પ્રલયકારી પ્રવાહ પોતાની સાથે બહુ જ વહાવી દેવા માટે ઉતાવળો બન્યો હોય તેવું લાગે છે. આવનારા સમયમાં સ્થિતિ ગંભીર જોવા મળી શકે છે. હવામાન ખાતાએ આગામી 48 કલાક માટે એલર્ટ જાહેર કરેલું છે.
મંગળવારે રાતના અંધારામાં વાદળ ફાટ્યું અને જ્યારે સવાર પડી તો ચારેબાજુ તબાહી જ તબાહી જોવા મળી. સેલાબ આવ્યો અને બધુ વહાવીને લઈ જવા લાગ્યો. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજ લ્હોનક ઝીલ ઉપર મોડી રાતે લગભગ દોઢ વાગે વાદળ ફાટ્યું અને ત્યારબાદ લાચેન ઘાટીમાં તીસ્તા નદીમાં અચાનક પૂર આવી ગયું. નદીનું જળસ્તર અચાનક 15થી 20 ફૂટ સુધી વધી ગયું. ત્યારબાદ નદીની આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. અનેક ઘરોમાં પણ નદીનું પાણી ઘૂસી ગયું હતું