અમીરગઢ પાસેથી પસાર થતી અમદાવાદ દિલ્લી રેલવે લાઈન પર અમીરગઢ અને સરોત્રા વચ્ચેથી પસાર થતી ટ્રેન નીચે અચાનક કોઈ અગમ્ય કારણોસર આવી જતા કિડોતર ગામના એક વૃદ્ધ પોતાની વ્હાલસોયી બે પૌત્રીઓ સાથે અચાનક ટ્રેન નીચે આવી ગયા હતા. મળતા અહેવાલ પ્રમાણે દાદા અને પૌત્રીઓને ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન ત્રણેયના કરૂણ મોત નિપજ્યા હતા.
રેલ્વે પોલીસ દ્વારા પંચનામું કરી મરણ જનાર ઓબસિંહ લાલાસિંહ ડાભી ઉવ 65, કાજલબા સોરમસિંહ ડાભી અને કુશમ બા સોરમસિંહ ડાભી રહે કિડોતર વાળનું પી એમ કરાવી વાલીવરસદારોને લાશ સોંપેલ છે એક હસતા ખેલાતા પરિવારના ત્રણ સભ્યોની આવી અણધારી વિદાયથી સમગ્ર કિડોતર ગામ ધ્રુસકે ચડી અંતિમ વિદાય આપી હતી.