રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લોન લેનારાઓને મોટી રાહત આપી છે. RBIએ આજે તેની નાણાકીય નીતિ જાહેર કરી અને રેપો રેટમાં સતત ચોથી વખત કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે RBI મોનેટરી પોલિસી કમિટીએ સર્વાનુમતે રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે.
RBI MPCની બેઠકમાં મુખ્ય વ્યાજ દર એટલે કે રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે RBIની નાણાકીય નીતિ સમીક્ષા બેઠક (RBI MPC બેઠક) 4 ઓક્ટોબરથી શરૂ થઈ હતી, જે આજે સમાપ્ત થઈ હતી. આ બેઠકમાં રેપો રેટ, મોંઘવારી, જીડીપી વૃદ્ધિ અને અન્ય આર્થિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આજે બેઠક પૂરી થયા બાદ આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે આરબીઆઈ એમપીસીના નિર્ણયો વિશે માહિતી આપી હતી.