કોંગ્રેસના ધારાસભ્ય અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અસલમ શેખને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર ફોન કરનારે પોતાને ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર તરીકે ઓળખાવ્યો હતો. ફોન કરનારે કહ્યું કે હું ગોલ્ડી બ્રાર છું, હું બે દિવસમાં અસલમ શેખને શૂટ કરવાનો છું. મુંબઈના બાંગુર નગર પોલીસ સ્ટેશને ભારતીય દંડ સંહિતાની કલમ 506 (2) અને 507 હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
ગોલ્ડી બ્રાર જે પહેલા હત્યા કરે છે અને પછી હત્યા વિશે જણાવવામાં તેને પોતાનું ગૌરવ માને છે. ગોલ્ડી લોરેન્સ બિશ્નોઈનો મિત્ર છે. બિશ્નોઈ ગેંગનો સૌથી વિશ્વાસુ માણસ કહેવામાં આવે છે. જે વિદેશમાં બિશ્નોઈ ગેંગનો ફેલાવો કરી રહી છે અને ગુના કરીને દેશમાં આતંક ફેલાવી રહી છે. લોરેન્સ બિશ્નોઈ જેલમાં છે, પરંતુ લોરેન્સનો આ સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ સાત સમંદર પારથી ખૂન કરીને પણ ખુલ્લેઆમ ફરે છે અને તેના દ્વારા લોરેન્સ તમામ કામ કરાવી રહ્યો છે.