ઈઝરાયલી સેનાના હુમલામાં ગાઝા પટ્ટીમાં 400 લોકોના મોત થયા છે.ગાઝામાં 400થી વધુ લોકો માર્યા ગયા છે. અમે ડઝનબંધ આતંકવાદીઓને બંધક બનાવ્યા છે. કફર અઝામાં જોરદાર બોમ્બમારો થયો છે. જ્યાં આતંકવાદીઓ ઘૂસ્યા હતા. IDFનું કહેવું છે કે સરહદ પર અમારું પેટ્રોલિંગ ચાલુ છે.
ઇઝરાયેલે કહ્યું કે અમે Sderot પોલીસ સ્ટેશનને સંપૂર્ણ રીતે નિયંત્રિત કરી લીધું છે, આ તે જ જગ્યા છે, આ દક્ષિણ ઇઝરાયેલના શહેરોમાંથી એક છે, જ્યાં પેલેસ્ટિનિયન લડવૈયાઓ સરળતાથી ઘૂસી ગયા હતા. સાથે જ ઈઝરાયેલની સેના પેલેસ્ટાઈનીઓ સાથે 7 વિસ્તારોમાં લડાઈ કરી રહી છે. ઈઝરાયેલના હવાઈ હુમલાથી ગાઝામાં ઘણી રહેણાંક ઈમારતો કાટમાળ થઈ ગઈ છે. જેમાં ગાઝા શહેરમાં ટાવર, અલ-અક્લુક ટાવર અને માતર રેસિડેન્શિયલ બિલ્ડિંગનો સમાવેશ થાય છે.
IDFએ કહ્યું કે અમારી નૌસેનાએ ઈઝરાયલ વિસ્તારમાં ઝિકિમ બીચ પર છુપાયેલા 5 આતંકીઓની ઓળખ કરી છે. તેઓએ આતંકવાદીઓને નિશાન બનાવ્યા અને નાગરિક વિસ્તારોમાં તેમની ઘૂસણખોરી અટકાવી. એમ પણ કહ્યું કે જ્યાં સુધી અમે ઘૂસણખોરી કરી ચૂકેલા તમામ આતંકવાદીઓને શોધીને તેમને સંપૂર્ણ રીતે ખતમ નહીં કરીએ ત્યાં સુધી અમે કાર્યવાહી ચાલી રાખીશું.
ગાઝામાં તબાહી એવી છે કે પેલેસ્ટિનિયન એનજીઓ પેલેસ્ટાઈન રેડ ક્રેસન્ટ સોસાયટીના પ્રવક્તા નબાલ ફરસાખે કહ્યું કે તેમની તબીબી ટીમો ગાઝામાં મોટા પડકારોનો સામનો કરી રહી છે. ગાઝામાં માનવતાવાદી પરિસ્થિતિ વણસી ગઈ છે, વીજળી કાપવામાં આવી છે. તેથી વીજળી પર ચાલતા તબીબી સાધનો બંધ થઈ ગયા છે. તેમણે આંતરરાષ્ટ્રીય માનવતાવાદી સમુદાયને માનવતાવાદી કોરિડોર ખોલવા માટે હાકલ કરી છે જેથી કરીને તેમના જેવા એનજીઓ લોકોને મદદ કરવા ગાઝા પટ્ટી સુધી સુરક્ષિત રીતે પહોંચી શકે.
લેબનોનનું હિઝબુલ્લાહ પણ યુદ્ધમાં ઉતર્યું
લેબનોનનું હિઝબુલ્લાહ પણ ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં ઉતર્યું છે. હિઝબુલ્લાએ રવિવારે દક્ષિણ લેબનોનથી ઇઝરાયેલ પર મોર્ટાર અને તોપમારો શરૂ કર્યો હતો. જેમાં શેબા ફાર્મ્સમાં સ્થિત ઈઝરાયેલની સૈન્ય ચોકીને નિશાન બનાવવામાં આવી છે. હિઝબુલ્લાએ આ હુમલાની જવાબદારી લીધી છે. ઇઝરાયલી સેનાએ કહ્યું કે તેણે લેબનોનની સરહદ પર હિઝબુલ્લાહ ચોકી પર હુમલો કર્યો છે.
હમાસે દાવો કર્યો છે કે પેલેસ્ટિનિયન લડવૈયાઓએ 26 ઇઝરાયેલ સૈનિકો પૈકી એક ડિવિઝન ચીફ અને આર્મી ચીફની હત્યા કરી છે.