હમાસના આતંકવાદીઓએ ઈઝરાયલમાં દરિંદગીની હદ વટાવી છે. ઈઝરાઈલમાં ઘુસ્યાં બાદ હમાસના આતંકીઓએ સામાન્ય લોકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. લોકોને ખુલ્લેઆમ ગોળી મારી રહ્યાં છે. તેમજ વિવિધ બિલ્ડિંગો પર હુમલાઓ પણ કરી રહ્યાં છે. આ યુદ્ધને લઈ દિવસેને દિવસે પરિસ્થિતિ વધુ વણસી રહી છે, ત્યારે ઇઝરાયેલમાં વસતા ગુજરાતી મહિલાનો વીડિયો સામે આવ્યો છે.
રાજકોટના સોનલબેન ગેડીયાએ ઇઝરાયેલની સ્થિતિનો વીડિયો વાયરલ કર્યો છે. ઇઝરાયેલની પરિસ્થિતિ વિશે સોશિયલ મીડિયામાં મારફતે તેમણે જણાવી છે. તેમણે કહ્યું કે, ત્રાસવાદી સંગઠન રોડ ઉપર કોઈપણ દેશના નાગરિક પર હુમલો કરે છે. બાટીયમ સિટીમાં રાત્રે ધમાકા થયા હતા પરંતુ અત્યારે શાંતિ છે. વધુમાં કહ્યું કે, હાલમાં બધા નાગરિકો સુરક્ષિત જગ્યાએ છે. હાલમાં ગાઝા તરફથી ધડાકાના અવાજ આવી રહ્યા છે. મુખ્ય માર્ગ તેમજ મુખ્ય બજાર ઉપર જવા ઇઝરાયલ સરકારે મનાઈ કરી છે