કચ્છના ગાંધીધામ ખાતે સહકાર, મીઠા, છાપકામ લેખન સામગ્રી, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ કચ્છ સમિટનો પ્રારંભ કરાવ્યો હતો. વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ કચ્છ કાર્યક્રમનું આયોજન કચ્છ જિલ્લા વહીવટીતંત્ર અને ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. વાઈબ્રન્ટ કચ્છ સમિટમાં કુલ 139 MSME એકમો સાથે 3370 કરોડના MoU સાઈન થયા હતા.
વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ વડોદરા અંતર્ગત અહીંના પંડિત દીનદયાળ સભાગૃહ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મૂડી રોકાણકારો વરસી પડ્યા છે અને વિવિધ ક્ષેત્રમાં મૂડી રોકાણ માટે રાજ્ય સરકાર સાથે 5359 કરોડના સમજૂતી કરારો કરવામાં આવ્યા છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ટાટા એરબસ, એલએન્ડટી જેવી સાત મોટી કંપનીઓ સાથેની બાયર્સ સેલર્સ મિટમાં 160 જેટલા વેન્ડરો સહભાગી થયા હતા.
મોરબી ખાતે તારીખ 9 અને 10 ઓક્ટોબરે દરમિયાન ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ ભવ્ય કાર્યક્રમનું આયોજન છે. આ કાર્યક્રમનું આયોજન ગુજરાતમાં વધુમાં વધુ રોકાણ થાય તેવા ઉમદા હેતુથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કરવામાં આવી રહ્યું છે. આ હેતુ મોરબીમાં સાર્થક થયો છે. વાઇબ્રન્ટ મોરબી કાર્યક્રમ જબ્બર પ્રતિસાદ સાંપડી રહ્યો છે, જ્યાં આ કાર્યક્રમના ભાગરૂપે વિવિધ વિભાગોમાં સેક્ટર વાઈઝ વિવિધ ઉદ્યોગો દ્વારા 2800 કરોડના 91 જેટલા એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે.