રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પોપ્યુલર ફ્રંટ ઓફ ઇન્ડિયા સાથે જોડાયેલા ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. તપાસ એજન્સીએ પીએફઆઇ ઉપર આ કાર્યવાહી દેશભરમાં તેના ઠેકાણાઓ પર કરી છે.આ દરોડા મહારાષ્ટ્ર-રાજસ્થાન, દિલ્હી, યુપી સહિતના વિવિધ સ્થળો પર પાડવામાં આવ્યા છે. દિલ્હીમાં પણ ઘણા સ્થળો સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા જુની દિલ્હીના હૌજી કાલી પોલીસ સ્ટેશન વિસ્તારના બલ્લીમારાનમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તપાસ એજન્સીના સૂત્રો મુજબ એજન્સી દ્વારા દિલ્હી-એનસીઆર સહિત ઘણી જગ્યાઓ પર તપાસ ઓપરેશન શરૂ કરી દેવાયું છે. મળતા અહેવાલો મુજબ PIF મૉડ્યૂલને લઈ દરોડા પાડવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર , ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને એનસીઆર સહિત ઘણા રાજ્યોમાં NIAનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
ઉલ્લેખનિય છે કે, પુલવામામાં સ્થાનિક પ્રશાસને જિલ્લાના ચેવા કલાં ગામમાં એક દારૂલ ઉલૂમને ધ્વસ્ત કર્યો હતો. આ જ સ્થળે માર્ચ 2022માં એક સર્ચ ઓપરેશન દરમિયાન અથડામણ થઈ હતી, જેમાં 2 આતંકવાદીઓ ઠાર કર્યા હતા. રાષ્ટ્રીય તપાસ એજન્સી 10મી ઓક્ટોબર-2023ના રોજ મોડી રાત્રે દારૂલ ઉલૂમની ઈમારતને ધ્વસ્ત કરી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ પોલીસ અને સેનાએ 2022માં 11/12 માર્ચે પણ ચેવા કલાં પુલવામાં સ્થિત દારૂલ ઉલૂમમાં એક ઓપરેશન ચલાવ્યું હતું, જેમાં કરીમાબાદને રહેવાસી આતંકવાદી આકિબ મુશ્તાક અને એક વિદેશી આતંવાદીને ઠાર કરાયો હતો. ત્યારબાદ આ કેસની તપાસ NAIએ કરી રહ્યું છે.