કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ એક પત્રકાર પરિષદમાં આગામી સમયમાં યોજાનારી પાંચ રાજયોની ધારાસભા ચૂંટણીઓ અંગે આગાહી કરતા સમયે તેમના જ પક્ષની સરકાર પરાજીત થઈ રહી હોવાના વિધાનો કરતા પત્રકાર પરિષદમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. રાહુલે તેના નિવેદનમાં કહ્યું કે રાજસ્થાન મે ભી સરકાર જા રહી હૈ, છતીસગઢ મે ભી જા રહી હૈ, બાદમાં તેઓને પોતેગલતી હો ગઈ સ્વીકારીને ભુલ સુધારી તે સમયે હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.