રાજ્યમાં વધતા હાર્ટએટેકનાં કિસ્સા વધતા આરોગ્ય વિભાગ દ્વારા રીવાઈઝ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. ત્યારે ગરબા આયોજકો દ્વારા ફરજીયાત આ ગાઈડ લાઈનનું પાલન કરવું તેમજ ગરબાના આયોજકોએ કરેલી વ્યવસ્થાની આરોગ્ય વિભાગને જાણ કરવી પડશે.
રાજ્યમાં વધતા જતા હાર્ટએટેકનાં કિસ્સાને ધ્યાને રાખી આરોગ્ય વિભાગ દ્વારા રીવાઈઝ ગાઈડલાઈનન બહાર પાડવામાં આવી છે. રાજ્યમાં હાર્ટએટેકનાં વધતા જતા કિસ્સાઓને લઈ આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. ત્યારે ગરબા આયોજકો દ્વારા આરોગ્ય વિભાગને વિનામૂલ્યે સ્ટોલ ફાળવવાનો રહેશે. તેમજ ગરબા સ્થળે ગ્રીન કોરીડોરની વ્યવસ્થા રાખવા પણ સૂચના આપવામાં આવી છે. તેમજ ગરબા આયોજકોએ કરેલી વ્યવસ્થાની આરોગ્ય વિભાગે જાણ કરવી પડશે.
હાર્ટ એટેકના વધતા કેસોને લઈ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, નવરાત્રી દરમિયાન દરેક જગ્યાએ 108 એમ્બ્યુલન્સ હાજર રહેશે. દરેક ગરબા સ્થળોએ મેડિકલ ટીમ પણ હાજર રહેશે. તેમણે કહ્યું કે, લક્ષણો દેખાશે તો વ્યક્તિ પોતે તેને ગંભીરતાથી લે અને તાત્કાલિક બૉડી ચેકઅપ કરાવવું જોઈએ. ગરબાના મોટા આયોજનો બહાર આરોગ્યના પોઈન્ટ ઉભા કરાય. વધુમાં કહ્યું કે, ગરબા આયોજકોએ મેડિકલ કીટ પણ રાખવી પડશે. ગ્રામ્ય વિસ્તારોમાં PHC, CHC સ્ટાફને એલર્ટ રખાશે.