લોકોની આસ્થાને સારવારની પદ્ધતિમાં અપનાવીને એમ્સે લોકોની સારવાર કરવાનું શરૂ કર્યું છે જેથી સારવાર માટે આવતા લોકોને હેલ્થ સિકયોરીટી મળી શકે. તેમને તેમની આસ્થા અને કલ્ચરની સાથે સાથે મોડર્ન પદ્ધતિથી સારવાર આપવા માટે વિષ્ણુના 10 અવતાર અનુસાર પ્રોટોકોલ તૈયાર કરાયો છે.ખરેખર તો એમ્સના બર્ન એન્ડ પ્લાસ્ટીક સર્જરી સેન્ટરને હાલમાં જ નેશનલ એક્રીડેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થ કેર પ્રોવાઈડર્સ (એનએબીએચ)નું સર્ટીફિકેટ મળ્યું છે. આ એમ્સનું પહેલું સેન્ટર છે જેને આ સર્ટીફીકેટ મળ્યું છે. આ સર્ટીફીકેટ મેળવવા માટે સેન્ટરે દરેક સ્તરે અને દરેક રીતે ધોરણો પર ખરા ઉતરવાનું હોય છે.
ડોકટરોએ જણાવ્યું કે, જયારે એનએવીએચ મેળવવા માટે બધા ધોરણો પર કામ કર્યું તે અમને લાગ્યું કે આ તો ઠીક વિષ્ણુના 10 અવતાર જેવું જ છે, જેમાં દરેક ધોરણો પર ખરા ઉતરવું જરૂરી છે. ડોકટરોએ જણાવ્યું હતું કે એક સામાન્ય માણસના સ્વાસ્થ્યની ખરી રીતે સ્વાસ્થ્યની રક્ષા થાય એટલા માટે એટલા માટે અમે તેને પ્રોટોકોલમાં સામેલ કર્યા છે, જેનો પોઝીટીવ સંકેત મળવા લાગ્યો છે.
મત્સ્ય અવતાર (સેફટી)
સર્જરી પહેલા અને બાદમાં વેકલિસ્ટ અપનાવવું
ઈન્ફેકશન કંટ્રોલ અને સેફ મેડિકશન પ્રોટોકોલ
કુર્મ અવતાર (સ્ટેબિલિટી)
પહેલું સેન્ટર જેને એમએબીએચ સર્ટીફિકેટ મળ્યું
દર મહિને ઓડિટ કરવું અને ચિંતા કરવાને બદલે હલ કાઢવો.
વરાહ અવતાર (રેસ્કયુ)
માસ કેઝયુયીલ્ટી, ડિઝાસ્ટર માટે 15 બેડસ રિઝર્વ
સ્ટેટ ઓફ આર્ટ બર્ન ઈમર્જન્સીની સુવિધા
નરસિંહ અવતાર ( હિંમત)
દર્દીના લાભ માટે સેફ એન્વાયરમેન્ટ ઉપલબ્ધ કરાવવું અને ખરા સમયે ખરો ફેસલો લેવાની હિંમત રાખવી.
દર્દીઓના પરિવારજનોને ભરોસો અપાવવો, ખરી દવા અને બેસ્ટ દવા ઉપલબ્ધ કરાવવી.
વામન અવતાર (માનવતા)
આયુષ્યમાન ભારત જેવી સ્કીમ લાગુ કરવી, દરેક સ્તરના લોકોને સસ્તી અને બહેતર સારવાર ઉપલબ્ધ કરાવવી.
ટીમ વર્ક, કલ્ચર અને માનવતા સાથે કામ કરવાને પ્રોત્સાહન આપવું.
પરશુરામ અવતાર (ખરી પદ્ધતિ અપનાવવી)
નેશનલ હ્યુમન રાઈટસ કમિશન અનુસાર, દર્દીઓના 17 પ્રકારના અધિકાર છે, જેને જાળવી રાખવાના છે.
રામ અવતાર (સત્યનિષ્ઠા)
100 ટકા એથિકલ પદ્ધતિથી કામ કરવું, ટ્રીટમેન્ટ અને રિસર્ચને જાળવી રાખવી.
ખરી કલીનિકલ પ્રેકટીસ કરતા રહેવું, સ્ટાફને જાગૃત રાખવા જેથી દર્દીઓની ગોપનીયતા જળવાઈ રહે.
કૃષ્ણ અવતાર (કરુણા)
દરેક દર્દીઓ પ્રત્યે કરુણા ભાવ રાખવો.
એસિડ બર્ન જેવા દર્દીઓની સેવામાં કોઈ કમી ન રાખવી, કોઈ ભેદભાવ ન રાખવા.
બુદ્ધ અવતાર (આત્મજ્ઞાન)
દર મહિને સ્ટાફની ટ્રેનીંગ, પોતાનું જ્ઞાન સંગ્રહ કરવાની પદ્ધતિઓ જાળવી રાખવી.
કવોલિટીને બહેતર કરવા માટે રેગ્યુલર બેઝીઝ પર ફીડબેક લેવા.
કલ્કી અવતાર (જસ્ટીસ)
દર્દીઓની સારવાર સંબંધીત બધી સૂચનાઓને ડિસ્પ્લે કરવી, સારવાર અને ખર્ચ બતાવવો.
એડમીશનની લિસ્ટમાં ટ્રાન્સપરન્સી રાખવી અને 100 ટકા સાઈબર સેફટી નિશ્ચિત રાખવી.