કેન્દ્ર સરકારની 2023/24ની સીધા કરવેરાની આવક વર્ષના અંતે રૂા.18-23 લાખ કરોડથી વધુ રહેવાનો અંદાજ છે. ગત વર્ષે તે રૂા.16.61 લાખ કરોડ રહી હતી.
તા.9 ઓકટોબર સુધીમાં સરકારને સીધા વેરાની આવક રૂા.9.57 લાખ કરોડ પહોંચી ગઈ છે જેની સામે રૂા.1.50 લાખ કરોડના રીફંડ પણ ઈસ્યુ થયા હતા. સરકારે 2023-24ના બજેટમાં રૂા.18.23 લાખ કરોડના લક્ષ્યાંકને રાખ્યુ છે તેમાં વ્યક્તિગત આવકમાં 29.53%નો વધારો થયો છે.