ISROના સહયોગથી ઈલોન મસ્કની કંપની સ્ટારલિંક ભારતમાં ઉપગ્રહો લોન્ચ કરી શકે છે. ઈન્ટરનેટની સુવિધા પૂરી પાડવા માટે આ સેટેલાઈટ્સ Starlink દ્વારા ભારતમાં લોન્ચ કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ સ્ટારલિંક અને ભારતીય ટેલિકોમ્યુનિકેશન વિભાગ વચ્ચે સેટેલાઇટ આધારિત બ્રોડબેન્ડ સેવાઓ પ્રદાન કરવા માટે વાટાઘાટ થયા છે, જેમાં સ્ટારલિંકે DOTની ચિંતાઓને દૂર કરી છે.
તમને જણાવી દઈએ કે, અગાઉ સમાચાર આવ્યા હતા કે સ્ટારલિંકે ભારતમાં સેટેલાઇટ-આધારિત બ્રોડબેન્ડ સેવાઓ પ્રદાન કરવા માટે લાયસન્સ માટે અરજી કરી છે, જે સમીક્ષા માટે ટેલિકોમ્યુનિકેશન વિભાગ પાસે પેન્ડિંગ છે. આ પછી અરજી ગૃહ મંત્રાલય અને ભારતીય અવકાશ પ્રાધિકરણ પાસે જશે. જો બધું બરાબર રહેશે, તો સ્ટારલિંક ટૂંક સમયમાં જ OneWeb અને Jio સેટેલાઇટ જેવી ભારતમાં તેની સેટેલાઇટ-આધારિત બ્રોડબેન્ડ સેવાઓ શરૂ કરી શકે છે.
ભારતમાં ઈન્ટરનેટ માર્કેટ 11 અબજ ડોલરનું
તમને જણાવી દઈએ કે, હાલમાં ભારતમાં ઈન્ટરનેટ માર્કેટ 11 અબજ ડોલરનું છે જે ભવિષ્યમાં 44 અબજ ડોલર સુધી પહોંચી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્ટારલિંકે DoT અધિકારીઓ સાથે વાતચીત કરી છે, જેમાં કંપનીએ સેટેલાઇટ કોમ્યુનિકેશન સેવાઓ માટે ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશનની ચિંતાઓને દૂર કરી છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય સુરક્ષાના સંદર્ભમાં દેશમાં તેમની સેવાઓ અને માળખાકીય સુવિધાઓના અનુપાલન વિશે વધુ જાણવાનું હતું.” આગામી પગલાંના ભાગરૂપે સરકાર, ગૃહ મંત્રાલય અને ભારતીય અવકાશ વિભાગ (IN-SPACE) સાથે આંતરિક રીતે એક બેઠક યોજે તેવી અપેક્ષા છે અને કંપનીને તેની કામગીરી શરૂ કરવા માટે ઉદ્દેશ્ય પત્ર જારી કરે તેવો નિર્ણયો લઈ શકાય છે.