પાંચ દાયકા સુધી હિન્દી સિનેમા પર રાજ કરનાર સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો આજે એટલે કે 11 ઓક્ટોબર, 2023ના રોજ 81મો જન્મદિવસ છે. બોલિવૂડ સ્ટાર્સ સહિત તેમના ફેન્સ અમિતાભ બચ્ચનને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી રહ્યા છે. ઘણા બોલિવૂડ સેલેબ્સે બિગ કીને તેમના જન્મદિવસ પર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ખાસ રીતે શુભેચ્છા પાઠવી છે.
અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ પાઠવી શુભેચ્છા
બોલિવૂડ અભિનેતા અજય દેવગને અમિતાભ બચ્ચનને તેમના જન્મદિવસ પર વિશેષ શુભેચ્છા પાઠવતો એક સુંદર ફોટો શેર કર્યો છે. તસવીરમાં અજય અને અમિતાભ એકબીજા સામે હસતા જોવા મળે છે. પોસ્ટ શેર કરતા, બોલિવૂડ સિંઘમે કહ્યું કે, તમારી સાથે કામ કરવાની એટલી જ મજા છે જેટલી તે તસવીરમાં દેખાય છે. જન્મદિવસની શુભકામના અમિત જી! તમને પ્રેમ, સારા સ્વાસ્થ્યની શુભેચ્છા.” અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર અમિતાભ બચ્ચન સાથેની એક તસવીર શેર કરી છે અને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. અભિનેતાએ તસવીરનું કેપ્શન આપ્યું કે, “હેપ્પી બર્થડે અમિતાભ બચ્ચન સર. તમારા વારસા અને પ્રોત્સાહન માટે દરરોજ આભાર. ઘણો પ્રેમ અને સન્માન.”
કાજોલ બિગ બી સાથે હસતી જોવા મળી
અભિનેત્રી કાજોલે સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવતો એક સુંદર ફોટો શેર કર્યો છે. કાજોલે ‘કભી ખુશી કભી ગમ’માં પોતાના સસરા બિગ બીને ગળે લગાડતી એક તસવીર શેર કરી છે, જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, “વન એન્ડ ઓનલી શહેનશાહ અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા.”
માનુષી છિલ્લરે કરી પોસ્ટ
મિસ વર્લ્ડ અને ‘ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી’ની હિરોઈન માનુષી છિલ્લરે પણ અમિતાભ બચ્ચનને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતી એક પોસ્ટ કરી છે અને કેપ્શનમાં લખ્યું કે, “હિન્દી સિનેમાના આઈકનને જન્મદિવસની શુભેચ્છા. તેમણે આવનારી પેઢીને પ્રેરણા આપી છે.”
અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મો
વાત કરીએ અમિતાભ બચ્ચના વર્કફોર્મની તો અમિતાભ બચ્ચન વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મો ‘ગણપત-પાર્ટ વન’ અને ‘કલ્કી-2898 એડી’માં જોવા મળશે. પ્રભાસ સ્ટારર ‘કલ્કી 2898 એડી’ આવતા વર્ષે 12 જાન્યુઆરીએ રિલીઝ થશે, જ્યારે ‘ગણપત’ 20 ઓક્ટોબર, 2023ના રોજ રિલીઝ થવાની છે.