શ્રીલંકા અને પાકિસ્તાનની મેચમાં શાનદાર ઈનિંગ રમીને પાકિસ્તાનને ઐતિહાસિક જીત અપાવનાર બેટ્સમેન વિકેટકિપર મોહમ્મદ રિઝવાને પણ ઈશારા દ્વારા ટીમ ઈન્ડિયાને ચેતવણી આપી છે. રિઝવાનનું કહેવું છે કે પાકિસ્તાનની ટીમે ભારત સામે પહેલાથી જ તૈયાર કરી લીધી છે અને પ્લાન ઘડી લીધો છે. જણાવી દઈએ કે, રિઝવાને હૈદરાબાદમાં રમાયેલી મેચમાં 131 રનની અણનમ ઈનિંગ રમી હતી, જેના કારણે પાકિસ્તાને વર્લ્ડ કપ ઈતિહાસમાં સૌથી મોટો રન ચેઝ સફળતાપૂર્વક હાંસલ કર્યો હતો.
ટીમ ઈન્ડિયાને રિઝવાની ચેતવણી
14 ઓક્ટોબરે યોજાનારી ભારત સામેની શાનદાર મેચ વિશે મોહમ્મદ રિઝવાને કહ્યું હતું કે, “અમારી આગામી મેચ ભારત સામે છે અને આ જીત અમને આત્મવિશ્વાસ આપશે. અમે આ જ પ્લાનિંગ સાથે ભારત સામે ઉતરીશું. તે (ભારત) ) પણ યોજના સાથે મેદાનમાં આવશે અને અમે પણ યોજના સાથે આવીશું. શ્રીલંકા સામે મેચ દરમિયાન રિઝવાનને શરીરમાં સખત પીડામાં હોવા છતાં તેણે મેદાન છોડ્યો ન હતો અને પાકિસ્તાનને જીત તરફ દોરીને પાછો ફર્યો હતો.
14 ઓક્ટોબરે મહામુકાબલા
ICC વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મેચ 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આજ સુધી ભારતીય ટીમને 50 ઓવરના વર્લ્ડ કપમાં પાડોશી દેશ સામે હારનો સામનો કરવો પડ્યો નથી. બંને ટીમો વચ્ચે કુલ સાત મેચ રમાઈ છે અને તમામ મેચમાં ભારતનો વિજય થયો છે.