14 ઓક્ટોબરના રોજ ભારત પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવવાની છે. જેના પગલે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ – મુંબઈ વચ્ચે ખાસ ટ્રેન દોડાવવામાં આવશે. પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ ટ્રેન નંબર 09013ની ટ્રેન 13 ઓક્ટોબરના રોજ રાત્રે 9:30 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ થી ટ્રેન ઉપડશે અને 14 ઓક્ટોબરના રોજ સવારે સાડા પાંચ વાગ્યે ટ્રેન અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર પહોંચશે. જ્યારે 09014 નંબરની ટ્રેન 15 ઓક્ટોબરના રોજ સવારે 4 વાગે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી ટ્રેન ઉપડશે જે મુંબઈ સેન્ટ્રલ બપોરે 12 વાગ્યે પહોંચાડશે. આ ટ્રેન દાદર, બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત અને વડોદરા રેલ્વે સ્ટેશન પર બંને તરફ રોકાશે. આજથી જ IRCTCની વેબસાઈટ પર આ માટે બુકિંગ શરૂ થઈ જશે.