ભારત દ્વારા આયોજિત ODI વર્લ્ડ કપ 2023 ખૂબ જ રોમાંચક બની ગયો છે. આ સિઝનનો સૌથી મોટો અને પહેલો અપસેટ રવિવારે પણ જોવા મળ્યો, જ્યારે અફઘાન ટીમે ઈંગ્લેન્ડને હરાવીને બધાને ચોંકાવી દીધા છે . જેને લઈને પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર જેવા મળી રહ્યો છે.
ઈંગ્લેન્ડે છેલ્લું એટલે કે 2019 ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. પરંતુ આ વખતે તેની હાલત ખૂબ જ ખરાબ લાગી રહી છે. ટીમ પ્રથમ 3 મેચમાંથી 2 હારી છે. ત્રીજી મેચમાં અફઘાનિસ્તાન સામે 69 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
આ જીત સાથે અફઘાનિસ્તાનનો વર્લ્ડ કપમાં સતત હારનો સિલસિલો પણ સમાપ્ત થઈ ગયો છે. સતત 14 હાર બાદ ટીમે પોતાની પ્રથમ જીત નોંધાવી છે. આ પહેલા તેની છેલ્લી જીત ફેબ્રુઆરી 2015માં સ્કોટલેન્ડ સામે હતી. અફઘાનિસ્તાને વર્લ્ડ કપમાં કુલ 18 મેચ રમી હતી જેમાંથી તેણે 2માં જીત મેળવી હતી.આ હાર સાથે ઈંગ્લેન્ડની ટીમના નામે એક શરમજનક રેકોર્ડ પણ નોંધાઈ ગયો છે. તેઓ વિશ્વ કપમાં 11 અલગ-અલગ દેશો સામે હારનાર પ્રથમ ટીમ બની છે. બીજા સ્થાને વેસ્ટ ઈન્ડિઝની ટીમ છે, જેને 10 દેશો સામે હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમ અત્યાર સુધી 8 દેશો સામે હારી ચૂકી છે.
પહેલો રેકોર્ડ એવો છે કે ઈંગ્લેન્ડની ટીમે વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર સ્પિનરો સામે સરેન્ડર કરી હતી વર્લ્ડ કપમાં પ્રથમ વખત ઇંગ્લેન્ડની ટીમે સ્પિનરો સામે તેની સૌથી વધુ 8 વિકેટ ગુમાવી છે. આ મેચમાં અફઘાનિસ્તાન તરફથી સ્પિનરો મુજીબ ઉર રહેમાન અને રાશિદ ખાને 3-3 વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ નબીને 2 સફળતા મળી હતી.




