Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ખોડલધામ સંસ્થા એ ધર્મસેવા, જનસેવા અને રાષ્ટ્રસેવાને સમર્પિત થવાનો વિચાર છે: મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલ

પાટણના સંડેર મુકામે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને ગુજરાતનાં મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ખોડલધામ સંકુલનું ભૂમિપૂજન થયું

dharmendravaghela by dharmendravaghela
2023-10-23 12:45:24
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ કાગવડના ખોડલધામ સંકુલની જેમ સમગ્ર ગુજરાતના ચાર ઝોનમાં ખોડલધામનું નિર્માણ કરવાનો સંકલ્પ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારે કાગવડ ખોડલધામ નિર્માણ બાદ ગુજરાતના ઉતર ગુજરાત ઝોનમાં પાટણના સંડેર મુકામે 50 વીઘા જમીનમાં અંદાજિત રૂપિયા 100 કરોડના નવનિર્માણ પામનાર ખોડલધામનું ભૂમિપૂજ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતુ. ભૂમિપૂજન કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ સહિતના રાજકીય, સામાજિક આગેવાનો અને લેઉવા પાટીદાર સમાજના પરિવારજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આંનદીબહેન પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતુ કે, સંડેર ખાતે ભવ્ય ખોડલધામ મંદિર બનવા જઈ રહ્યું છે. જ્યાં ભવિષ્યમાં કૌશલ્યનું નિર્માણ થશે, યુવાઓને પ્રેરણા સાથે રોજગાર મળી રહે તેવી પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવશે. સમગ્ર સમાજના વિકાસ માટે ખોડલધામ માર્ગદર્શન પૂરું પાડશે. આ માટે નરેશભાઈ અને તેમની ટીમને ધન્યવાદ આપું છું. સામાન્ય રીતે મંદિરનું નિર્માણ દર્શન, પૂજા અર્ચના અને ભક્તિમાં તરબોળ થવા માટે હોય છે. પરંતુ મંદિર ચેતનાનું કેન્દ્ર પણ બનવું જોઈએ જ્યાં સમસ્યાઓનું સમાધાન થાય. આ કાર્ય કરવા બદલ ખોડલધામ ટ્રસ્ટની ટીમને અભિનંદન પાઠવું છુ.
રાજ્યપાલ શ્રીમતી આંનદીબહેન પટેલે સૌને સૂચન કરતા કહ્યું કે દીકરીઓ અને માતાઓના સ્વાસ્થ્યની વિશેષ ચિંતા કરી તેઓ સ્વસ્થ રહે અને કેન્સર જેવી બીમારીઓથી મુક્ત રહે એવા પ્રયાસો હાથ ધરવા જોઈએ. તેઓએ ઉમેર્યું કે આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ 2024 સુધીમાં ભારતને ટીબી મુક્ત કરવાનું અભિયાન હાથ ધર્યું છે એમાં પણ મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદોએ સક્રિય ભૂમિકા ભજવવાની છે. તેઓએ સ્વયંસેવકોને જણાવ્યું હતું કે અનેક લોકો સરકારી યોજનાઓથી ગરીબી મુક્ત થયા છે તેથી મહત્તમ લોકો સુધી સરકારી યોજનાના લાભ પહોચાડવા જોઈએ.ખોડલધામના નિર્માણ માટે દાન આપનાર સૌ દાતાશ્રીઓને તેઓએ અભિનંદન આપ્યા હતા.
મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે નવરાત્રીનાં પાવન પ્રસંગની શુભેચ્છા પાઠવી જણાવ્યું હતુ કે, દુર્ગાષ્ટમીના પાવન પ્રસંગે પવિત્ર તીર્થધામ ખોડલધામના આંગણે આવીને દિવ્યતાની સાથે ગૌરવની લાગણી અનુભવું છું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સશક્ત નેતૃત્વનાં પરિણામે દેશમાં સાંસ્કૃતિક નવજાગરણનો નવો અધ્યાય શરૂ થયો છે. આજે અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ થઈ રહ્યુ છે. ઉજૈન મહાકાલ મંદિર, કાશી વિશ્વનાથ કોરિડોર, કેદારનાથધામના વિકાસ સાથે અનેક આસ્થાના કેન્દ્રો નવા રંગરુપ પામી રહ્યાં છે. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી જ્યોતિર્લિંગ સોમનાથનો પણ સર્વગ્રાહી વિકાસ થઈ રહ્યો છે. રાજય સરકાર દ્વારા દ્વારિકા કોરિડોરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.

Tags: cm gujaratkhodaldham patan
Previous Post

નોર્થ ગાઝા ખાલી કરો નહીંતર આતંકી સમજીશું : ઇઝરાયલ

Next Post

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના જન્મદિને ‘આમ્રવન’નું નિર્માણ શરૂ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
પૂર્ણેશભાઈએ જે લડાઈ લડી તે મજબૂતાઈથી લડી છે- કેન્દ્રીય ગૃહમંત્રી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના જન્મદિને 'આમ્રવન'નું નિર્માણ શરૂ

નવેમ્બરમાં ભારત- અમેરીકાના વિદેશ તેમજ રક્ષા મંત્રીઓ વચ્ચે ખાસ બેઠક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.