ઇઝરાયેલી સેનાએ સોમવારે વહેલી સવારે લેબનોનમાં હિઝબુલ્લાહના સ્થાનો પર હવાઈ હુમલો કર્યો. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે હિઝબુલ્લાહના આતંકવાદીઓ ઇઝરાયેલ તરફ ટેન્ક વિરોધી મિસાઇલો અને રોકેટ છોડવાની યોજના બનાવી રહ્યા હતા. લેબનોનની સરકારી સમાચાર એજન્સીએ આ જાણકારી આપી છે. જો કે, ઈઝરાયેલના હુમલામાં મૃતકોની સંખ્યા અંગે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે હિઝબુલ્લાહના આતંકવાદીઓ ઇઝરાયેલ તરફ ટેન્ક વિરોધી મિસાઇલો અને રોકેટ છોડવાની યોજના બનાવી રહ્યા હતા.
અહીં, ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ લેબનીઝ સરહદ પાસે તૈનાત સૈનિકોની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે ચેતવણી આપી હતી કે જો હિઝબુલ્લાહ યુદ્ધમાં ઉતરવાનું નક્કી કરે છે તો તે તેની સૌથી મોટી ભૂલ હશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો હિઝબુલ્લા આવી ભૂલ કરશે તો તે લેબનોન માટે સારું નહીં હોય અને તેના પરિણામો વિનાશક હશે. આ દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધ કેબિનેટ અને વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. PM નેતન્યાહુએ તેલ અવીવમાં યોજાયેલી બેઠકમાં સુરક્ષાનું મૂલ્યાંકન કર્યું.
ઇઝરાયેલના બોમ્બ ધડાકાને કારણે ગાઝા પટ્ટીમાં મૃત્યુઆંક વધીને 4,651 થઈ ગયો છે, જ્યારે 14,245 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 1,873 બાળકો અને 1,023 મહિલાઓનો સમાવેશ થાય છે. દરમિયાન, હમાસે લડાઈને મોટા પાયે ફેલાવવાની ધમકી આપી છે. તે જ સમયે, હમાસના હુમલામાં 1400 થી વધુ ઇઝરાયેલી નાગરિકોના મોત થયા છે.
ઇઝરાયેલની ટેન્કના મિસફાયરથી ઇજિપ્તની આર્મી પોસ્ટ ઉડાવી દીધી
હમાસ-ઇઝરાયેલ વચ્ચે જંગ વચ્ચે ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સેસના ટેન્કથી ભૂલથી ફાયર થયું હતું અને તે કેરેમ શાલોમ વિસ્તારમાં બોર્ડર સાથે જોડાયેલા ઇજિપ્તની એક ચોકી પર જઇને પડ્યું હતું. યુદ્ધની શરૂઆત સાથે જ હમાસે ઇઝરાયેલની સાથે સાથે ત્યાં રહેતા બીજા દેશના લોકોને પણ બંધક બનાવી લીધા હતા. હમાસનું કહેવું હતું કે બંધકોને ત્યારે જ છોડવામાં આવશે જ્યારે ઇઝરાયેલ તેના પર હુમલા રોકશે. હમાસે તાજેતરમાં અમેરિકાના બે નાગરિકોને છોડ્યા હતા જેમાં મધ્યસ્થીની ભૂમિકા કતારે નીભાવી હતી. રશિયા આ યુદ્ધમાં ઇઝરાયેલ વિરૂદ્ધ ઉભુ છે. પુતિને સ્પષ્ટ કહ્યું કે ગાઝામાં ઇઝરાયેલ ક્રૂરતા કરી રહ્યું છે.