અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ 562 રજવાડાંના વિલીનીકરણ માટે જાણીતા છે. વર્તમાન સ્થિતિએ રાષ્ટ્ર વિરોધી પરિબળો સક્રિય થયા છે આ સ્થિતિમાં આધ્યાત્મિક ચેતના થકી રાષ્ટ્ર ચેતના લાવવાના ઉદ્દેશ સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પહેલ કરવામાં આવી છે. 31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મજયંતી છે. આ નિમિત્તે આઝાદી બાદ પહેલી વખત ગુજરાતમાં 562 રજવાડાંના વંશજોને આમંત્રિત કરી તેમનું સન્માન કરવા માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું છે.
આ પ્રસંગ માટે અત્યાર સુધી મહારાણા પ્રતાપ, શિવાજી અને કૃષ્ણકુમારસિંહજીના વંશજ સહિતના 51 રાજવી પરિવારે કાર્યક્રમમાં આવવા કન્ફર્મેશન આપ્યું છે.
રાજવી પરિવારના વંશજોનું સન્માન કરવા અમદાવાદ ગોતા બ્રિજ પાસે સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહાસંમેલન સ્થળ નિશ્ચિત કરાયું છે. 31 ઓક્ટોબરે આ કાર્યક્રમમાં રાજ્યના ખૂણેખૂણથી એક લાખથી વધુ યુવાનો એકત્ર થવાનો અંદાજ છે. અમદાવાદથી શરૂ થનાર આ અભિયાન દરેક જિલ્લા અને ત્યારબાદ તમામ રાજ્ય સુધી પહોંચાડવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને લક્ષ્યાંક મૂક્યો છે. સમગ્ર રાજ્યમાંથી આશરે 10 હજાર કાર રેલી સ્વરૂપે કાર્યક્રમમાં પહોંચશે. તે પોતાની સાથે તેમના ગામની માટી લઈને આવશે. આ માટીને ઉમિયા મંદિરના ગર્ભગૃહમાં પધરાવામાં આવશે. 2થી 6 નવેમ્બર દરમિયાન અહીં ભાગવત સપ્તાહ યોજાશે. એક દિવસના કાર્યક્રમ માટે ફાઉન્ડેશન દ્વારા આશરે બે કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
રાજવી પરિવારના વંશજોના રોકાણ માટે અમદાવાદ-ગાંધીનગરની હોટલોનું બૂકિંગ, સન્માન માટે 9 હજાર ચો. ફૂટનો મંચ તૈયાર કરાયો કાર્યક્રમ માટે અત્યાર સુધી 51 રાજવી પરિવારના વંશજોનું કન્ફર્મેશન આવી ચૂક્યું છે. તેમના રોકાણ માટે અમદાવાદ અને ગાંધીનગરની હોટલાના રૂમ બૂક કરવામાં આવ્યા છે. 30 ઓક્ટોબરે હવાઈ અને રોડ માર્ગે તેઓ અમદાવાદ પહોંચશે. પ્રોટોકોલ કમિટી દ્વારા તેમનું એરપોર્ટ અને હોટલ ઉપર ભવ્ય સ્વાગત કરવામાં આવશે. હોટલોમાં તેમના વેલકમ પોસ્ટર લગાડાશે. રાજવી પરિવારના વંશજોને વિશ્વના ઉંચામાં ઉંચા ઉમિયા મંદિરની બાંધકામ સાઈટની વિઝિટ કરાવાશે ત્યાં માતાજીની પુજા અને આરતી કરવામાં આવશે. 31 ઓક્ટોબરે રાજવી પરિવારના વંશજોનું બેંડબાજા સાથે કાર્યક્રમ સ્થળે ભવ્ય સ્વાગત કરાશે. સન્માન માટે 9 હજાર ચો. ફૂટ મંચ તૈયાર કરવામાં આવશે.
મહારાણા પ્રતાપ, શિવાજી અને કૃષ્ણકુમારસિંહજીના વંશજ વિજયરાજસિંહજી – ભાવનગર સહિતના 51 રાજવી પરિવારે કાર્યક્રમમાં આવવા કન્ફર્મેશન આપ્યું
મહારાણા પ્રતાપના વંશજ – ડૉ. લક્ષ્યરાજસિંહજી મેવાડ – ઉદયપુર, રાજસ્થાન
મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના વંશજ – વિજયરાજસિંહજી – ભાવનગર, ગુજરાત
છત્રપતિ શિવાજીના વંશજ – યુવરાજ શ્રીમંત સંભાજી રાજે કોલ્હાપુર, મહારાષ્ટ્ર
મહારાજા ગજસિંઘજી સાહેબ જોધપુર, રાજસ્થાન
રઘુવીરસિંઘજી સાહેબ બહાદુર સિરોહી, રાજસ્થાન
મહારાજા પુષ્પરાજસિંઘજીરીવા, મધ્યપ્રદેશ
મહારાવલ જગમાલસિંઘજીબાંસવાડા, રાજસ્થાન
મહારાજ જામસાહેબ શત્રુશૈલ્યસિંહજીજામનગર
મહારાજા હિમાંશુકુમારસિંહજી જ્યોતેન્દ્રસિંહજી ગોંડલ, ગુજરાત
મહારાણા રાજસાહેબ કેશરીસિંહજીવાંકાનેર, ગુજરાત
મહારાજા ભગીરથસિંહજી ઈડર, ગુજરાત
મહારાજા અનંત પ્રતાપ દેવ કાલાહાંડી, ઓરિસ્સા
મહારાજા તુષારસિંહજી (બાબા)બારીયા, ગુજરાત
મહારાણા રિદ્ધિરાજસિંહજી દાંતા, ગુજરાત
રાજા રણવિજયસિંઘ જુદેવ જાસપુર, છત્તીસગઢ
ઠાકોર સાહેબ જયદીપસિંહજી લીંબડી, ગુજરાત
મહારાજા પારંજાદિત્યસિંહજી સંતરામપુર, ગુજરાત
મહારાવલ જયપ્રતાપસિંહજી ચૌહાણ છોટા ઉદેપુર, ગુજરાત
ઠાકોર સાહેબ પદ્મરાજસિંહજી ધ્રોલ, ગુજરાત
ઠાકોર સાહેબ ચૈતન્યદેવસિંહજી ઝાલા વઢવાણ, સુરેન્દ્રનગર
મહારાજા ક્રિષ્ણચંદ્રપાલ દેવ બહાદુર યાદકુલચંદ્ર ભાલ – કારોલી
ગજપતિ મહારાજા દિવ્યસિંઘા દેવ જગન્નાથપુરી, ઓરિસ્સા
મહારાજા કમલચંદ્ર ભંજદેવ બસ્તર
કર્ણીસિંહજી દેસાઈ પાટડી પાટીદાર
ઠાકોર સાહેબ સોમરાજસિંહ ઝાલા સાયલા
ઠાકોર સાહેબ જીતેન્દ્રસિંહજી મૂળી, સુરેન્દ્રનગર
ઠાકોર સાહેબ રાજવીરસિંહજી માળીયા
મહારાજા જયસિંહજી સોલંકી બાંસદા
નામદાર રાઓલ વનરાજસિંહજી માણસા, ગાંધીનગર
મહારાજા કામાખ્યાસિંહજી સોનીગરા સંજેલી
મહારાજા અજયરાજસિંહ બેગુ
ઠાકોર સાહેબ દેવેન્દ્રસિંહજી વિરપુર
ઠાકોર સાહેબ વિરભદ્રસિંહ વિ. ચુડાસમાગાંફ
મહારાજ વિક્રમસિંહજી નાચના, જેસલમેર
સરકાર સાહેબ રાઘવેન્દ્ર પ્રતાપસિંહ જાલામંડ
ઠાકુર સિદ્ધાર્થસિંહરોહેતગઢ, રાજસ્થાન
ઠાકોર સાહેબ રઘુવીરસિંહજી વાઘેલા ગાંગડ
ઠાકોર સાહેબ તખતસિંહજી વાઘેલા ઉતેલિયા
રાવ સાહેબ હરેન્દ્રપાલસિંહજીપોશીના, ગુજરાત
ઠાકોર સાહેબ ધ્રુવરાજસિંહ વાઘેલા સાણંદ, ગુજરાત
ઠાકોર સાહેબ હર્ષવર્ધનસિંહ ચૌહાણ એરાલ
ઠાકોર સાહેબ પરીક્ષિતસિંહપિસાંગન, અજમેર
રાવરાજેશ્વર રાણાસાહેબ ગજેન્દ્રસિંહજી વાવ
ઠાકોર સાહેબ રાઘવેન્દ્રસિંહજી ગોહિલ દરેડ
ઠાકોર સાહેબ મનપ્રીતસિંહજી રાઠોડ લીમડી, પંચમહાલ
ડી.એસ. જયવીરસિંહચોટીલા, ગુજરાત
ડી.એસ. અજય વાળા અમરનગર
ડી.એસ. પુંજાબાપુ વાળા માંડાવડ
કે.એસ. યાદવેન્દ્રસિંહજી જાડેજા ગોંડલ
કે.એસ. અર્જુનસિંહ ગઢુલા ગઢુલા