સુરતના ચોક બજાર પોલીસ મથકની હદમાં સિંગણપોર કોઝવે રોડ ઉપર ચાલતા બોગસ કોલ સેન્ટર ઉપર પોલીસે દરોડો પાડી સંચાલક અને છ મહિલા સહિત 11 આરોપીઓની ધરપકડ કરી છે. આ અંગે નોકરી વાચ્છુંકોને કોલ કરી ડેટા એન્ટ્રીના નામે અલગ અલગ સ્કીમો આપી ઘરે બેઠા મહિને પાંચથી આઠ હજાર રૂપિયા કમાવવાની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવતી હતી.
પોલીસે બોગસ કોલ સેન્ટર પરથી 22 મોબાઈલ, ત્રણ લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપીઓ કોલ સેન્ટરમાં ઓપરેટર તરીકે નોકરી કરે છે. જેમાં નોકરી વાચ્છુંકોને કોલ કરી ડેટા એન્ટ્રીના નામે અલગ અલગ સ્કીમો આપી ઘરે બેઠા મહિને 5થી 8 હજાર રૂપિયા કમાવવાની લાલચ આપવામાં આવતી હતી. 99 ટકાથી નીચેની એક્યુરેસી આવે તો તેવા સંજોગોમાં 6500 રૂપિયા પેનલટી ફટકારી વકીલ મારફતે નોટિસ મોકલવામાં આવતી હતી. જે બોગસ કોલ સેન્ટરમાં એક મહિલા વકીલની પણ સંડોવણીની આશંકાએ વધુ તપાસ ચોકબજાર પોલીસે હાથ ધરી છે.