ઈડીએ ગુરુવારે સવારે દિલ્હીમાં સમાજ કલ્યાણ મંત્રી રાજકુમાર આનંદના ઘરે દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સી આનંદના ઘર સહિત 9 સ્થળોએ તપાસ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મામલો મની લોન્ડરિંગ કેસ સાથે જોડાયેલો છે.
બીજી તરફ તપાસ એજન્સી ઈડી આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પણ દારૂ નીતિ કેસમાં પૂછપરછ કરશે. આ કેસમાં કેજરીવાલની સીબીઆઈ દ્વારા એપ્રિલમાં પૂછપરછ કરવામાં આવી હતી. હાલમાં આમ આદમી પાર્ટીના ત્રણ મોટા નેતાઓ અપ્રમાણસર સંપત્તિ અને મની લોન્ડરિંગના કેસમાં તિહાર જેલમાં બંધ સત્યેન્દ્ર જૈન, દારૂ નીતિ કૌભાંડમાં CBIની કસ્ટડીમાં રહેલા મનીષ સિસોદિયા અને EDની કસ્ટડીમાં રહેલા સંજય સિંહ દારૂ નીતિ કેસમાં બે અલગ-અલગ કેસમાં કસ્ટડી અને જેલમાં છે.






