સેનાની ગુપ્ત માહિતી લીક કરનાર અધિકારીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેને સેવામાંથી બહાર કર્યો હતો. રાષ્ટ્રપતિએ સેના અધિનિયમ 1950 અંતર્ગત સત્તાના ઉપયોગ કરી લગભગ એક સપ્તાહ પહેલા મેજરની સેવાઓને સમાપ્ત કરવાના આદેશ પર હસ્તાક્ષણ કર્યા હતા.
આ એકશન એક લાંબી તપાસ બાદ લેવાયા હતા. કહેવામાં આવે છે કે, તે અધિકારી સોશિયલ મીડિયાથી પાકિસ્તાનમાં કોઈના સંપર્કમાં હતો. મેજરની પાસેથી અનેક ગોપનીય દસ્તાવેજ મળ્યા હતા. જે તેણે પોતાના ડિવાઈસમાં રાખ્યા હતા. જે સશસ્ત્ર દળોના નિયમનો ભંગ હતો. સાથે સાથે તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના કોઈ વ્યકિત સાથે સોશિય મીડિયાથી સંપર્કમાં હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો હતો.