Monday, December 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

INDIA ગઠબંધનમાં ફૂટ ! : કોંગ્રેસથી નારાજ સાથીપક્ષો મેદાનમાં

વિપક્ષી ‘ગઠબંધન’માં ઘર્ષણઃ પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીના સમીકરણો બદલાવવાના એંધાણ

dharmendravaghela by dharmendravaghela
2023-11-02 12:57:11
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી નજીક આવીને ઉભી છે પરંતુ INDIA ગઠબંધનમાં જે રીતે ફૂટ પડી રહી છે તેને જોતા લોકસભા ચૂંટણી સુધી તેનું અસ્તિત્વ ટકશે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે. INDIA ગઠબંધનના ગઢમાંથી પહેલી કાંકરી મધ્યપ્રદેશમાં બનેલી ઘટનાથી ખરવાની શરૂઆત થઇ અને ધીમે ધીમે યુપીમાં પણ તેની અસર વર્તાવા લાગી છે.
INDIA ગઠબંધનમાં ‘સબ સલામત’ નથી. જે રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે ત્યાં કોંગ્રેસ સાથે બેઠકોની વહેંચણી બાબતે સંમતિ સાધવા ઘણા પક્ષોએ છેલ્લી ઘડી સુધી રાહ જોઈ, પરંતુ કોઇ ઉકેલ ન આવતા તેઓ પોતે મેદાનમાં ઉતરી ગયા. પહેલા મધ્યપ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ થઇ અને તે પછી ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર થઈ. રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ આ ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસ, સીપીઆઈ અને સીપીએમ વચ્ચે બેઠક વહેંચણીની વાટાઘાટોનું કોઈ પરિણામ આવ્યું નથી. જેના કારણે બંને ડાબેરી પક્ષો હવે અલગ થઈને ચૂંટણી લડી રહ્યા છે. તો બીજી બીજુ યુપી કોંગ્રેસના નવા અધ્યક્ષે કહ્યું છે કે કોંગ્રેસ યુપીની તમામ 80 લોકસભા બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે.
સીપીએમ રાજસ્થાનમાં 17, છત્તીસગઢમાં 3 અને મધ્યપ્રદેશમાં 4 બેઠકો પર ચૂંટણી લડશે, અને સીપીઆઇ છત્તીસગઢમાં 16, રાજસ્થાનમાં 12 બેઠકો પર ચૂંટણી લડશે. તેલંગાણામાં કઇરીતે વાત આગળ વધે તે હવે જોવું રહ્યું. બેઠકોની આ ખેંચતાણનો INDIA ગઠબંધન પર શું અસર પડશે તેના વિશે હજુસુધી કંઇ કહેવાયું નથી પરંતુ સીતારામ યેચુરીએ સ્વીકાર્યું હતું કે જો બેઠકોની વહેંચણીનો સકારાત્મક ઉકેલ આવી ગયો હોત તો સારુ થાત.
2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષો INDIA ગઠબંધનને અસ્તિત્વમાં લાવ્યા હતા. સીપીઆઇ નેતા ડી. રાજાએ કોંગ્રેસને INDIA ગઠબંધન સાથે જોડાયેલા અન્ય પક્ષો સાથે તાલમેલ કેળવવાની આવશ્યકતા પર ભાર મુક્યો. તેમણે ટિપ્પણી કરી હતી કે બેઠકોની વહેચણીને લઇને વિવાદ થાય તો ભવિષ્યની વાટાઘાટો પર અસર પડી શકે છે. MPમાં સપા પ્રમુખ અખિલેશ યાદવ અને કમલનાથ વચ્ચે બેઠકોને લઇને જે વિવાદ ઉભો થયો એ પછી ગઠબંધનમાં કડવાશ ફેલાઇ છે. તે પછી યુપી કોંગ્રેસના નવા ચીફ અજય રાયે જણાવ્યું હતું કે કોંગ્રેસ યુપીની તમામ 80 લોકસભા બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. તો બીજી બાજુ અખિલેશે યુપીમાં સાઇકલ યાત્રાની શરૂઆત કરી છે. આમ લોકસભા ચૂંટણી પહેલા જ ગઠબંધનની એકસૂત્રતા જોખમમાં આવી ગઇ છે.

Tags: indiaindia allianceproblem
Previous Post

હવે મંદિરના દાનથી લઈને પંચાયત સુધીના પેમેન્ટ પણ થઈ જશે ડીજીટલ

Next Post

અયોધ્યામાં લગાવવામાં આવી વિશ્વની સૌથી મોટી સ્ક્રીન!

dharmendravaghela

dharmendravaghela

Related News

સુરતમાં પતંગ પકડવા માટે ગયેલ બાળકનું જર્જરિત દીવાલ પડવાથી મોત નીપજ્યું
તાજા સમાચાર

સુરતમાં પતંગ પકડવા માટે ગયેલ બાળકનું જર્જરિત દીવાલ પડવાથી મોત નીપજ્યું

November 29, 2025
શાંતિ અને સત્ય માટે અત્યાચારોનો અંત આવશ્યક : પીએમ મોદી
તાજા સમાચાર

શાંતિ અને સત્ય માટે અત્યાચારોનો અંત આવશ્યક : પીએમ મોદી

November 29, 2025
ભારત વિશ્વના ૫૦ દેશો સાથે મુક્ત વેપાર કરાર કરવા પ્રતિબદ્ધ : વાણિજ્ય મંત્રી
તાજા સમાચાર

ભારત વિશ્વના ૫૦ દેશો સાથે મુક્ત વેપાર કરાર કરવા પ્રતિબદ્ધ : વાણિજ્ય મંત્રી

November 29, 2025
Next Post
અયોધ્યામાં લગાવવામાં આવી વિશ્વની સૌથી મોટી સ્ક્રીન!

અયોધ્યામાં લગાવવામાં આવી વિશ્વની સૌથી મોટી સ્ક્રીન!

આજે મેચમાં બાદ આતશબાજી નહીં થાય: BCCI સેક્રેટરી જય શાહ

આજે મેચમાં બાદ આતશબાજી નહીં થાય: BCCI સેક્રેટરી જય શાહ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.