હાલમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદ પર લાંબી ટ્રકોની લાઈનો જોવા મળી રહી છે. આ ટ્રકોમાં મોટી સંખ્યામાં અફઘાન મુસલમાનો પાકિસ્તાન છોડીને પાછા અફઘાનિસ્તાન જતા જોઈ શકાય છે. પાકિસ્તાને ગુરુવારે આદેશ આપ્યો છે કે દસ્તાવેજો વિના રહેતા લોકોને 31 ઓક્ટોબર સુધીમાં દેશ છોડવો પડશે. મોટાભાગના અફઘાન શરણાર્થીઓ પાકિસ્તાનમાં રહે છે. પાકિસ્તાન સરકારે આ શરણાર્થીઓની ધરપકડ કરવાનું શરૂ કર્યું.
મળતી માહિતી મુજબ, પાકિસ્તાનમાં રહેતા 4 લાખ અફઘાનીઓમાંથી લગભગ 1.7 લાખ લોકો પાસે દસ્તાવેજો નથી. બુધવારે લગભગ 24,000 અફઘાનીઓએ તુર્ખામ સરહદ પાર કરી હતી. વહીવટીતંત્ર રાત્રે પણ મંજુરી આપવામાં વ્યસ્ત હતું. પેશાવર અને જલાલાબાદ વચ્ચેની સરહદ સાંજે જ બંધ કરી દેવામાં આવી હતી. રોયટર્સ અનુસાર, સરકારના આદેશ બાદ 1,28,000 અફઘાન પાકિસ્તાન છોડી ગયા છે.
પાકિસ્તાન પોતે જ ખરાબ અર્થવ્યવસ્થાનો સામનો કરી રહ્યું છે આવી સ્થિતિમાં તેમણે પોતાના લોકોની સુરક્ષાની વાત કરતા પ્રવાસીઓ વિરુદ્ધ આ પગલું ભર્યું છે. પાકિસ્તાન સરકારે અફઘાન પર અપરાધિક આરોપો પણ લગાવ્યા હતા. તેમનું કહેવું છે કે આતંકવાદી હુમલામાં અફઘાન લોકો પણ સામેલ છે. પાકિસ્તાનમાં ફેબ્રુઆરીમાં સામાન્ય ચૂંટણી પણ યોજાવાની છે. પાકિસ્તાનના ઘણા સંગઠનોએ પણ આ દેશનિકાલનો વિરોધ કર્યો હતો. તાલિબાને પણ પાકિસ્તાનના આ નિર્ણયની ટીકા કરી હતી.