વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે છત્તીસગઢના રાજનાંદગાંવના ડોંગરગઢ પહોંચ્યા હતા. જૈન તીર્થસ્થળ ચંદ્રગિરિ પહોંચ્યા બાદ પીએમ મોદીએ જૈન સંત વિદ્યાસાગર મહારાજની મુલાકાત લીધી હતી. આ પછી વડાપ્રધાન ડોંગરગઢમાં મા બમલેશ્વરી મંદિર પહોંચ્યા. અહીં તેમણે માતા બમલેશ્વરીના દર્શન કર્યા હતા અને પૂજા અર્ચના કરી હતી. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી સાથે પૂર્વ મુખ્યમંત્રી ડો.રમણ સિંહ હાજર હતા.
આ પહેલા પીએમ મોદીએ શનિવારે છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. વડાપ્રધાન ચાર દિવસમાં ચોથી વખત છત્તીસગઢ પહોંચ્યા છે. છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી 2023 માટે પ્રથમ તબક્કાનું મતદાન 7 નવેમ્બરે થવાનું છે.