છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી વચ્ચે સટ્ટાબાજી એપ મહાદેવ બેટિંગ એપ ચર્ચામાં છે. જો કે, વિવાદ થયા પછી કેન્દ્ર સરકારે મહાદેવ બેટિંગ એપ પર પ્રતિબંધ મુકી દીધો છે. કેન્દ્ર સરકારે આ બેટિંગ એપ સહિત 22 ગેરકાયદેસર અન્ય એપ્લીકેશન અને વેબસાઇટ પર પ્રતિબંધ મુક્યો છે.
કેન્દ્ર સરકારના આ નિર્ણય પછી છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનું નિવેદન સામે આવ્યું છે. ભૂપેશ બઘેલે કહ્યું કે, ‘સરકારને અંતે ભાન આવી ગયું.’ છેલ્લા ઘણા મહિનાઓથી સટ્ટાબાજી એપ મહાદેવ બેટિંગ એપ કૌભાંડ મામલે ઘણી ચર્ચાસ્પદ બની ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ આ મામલે ઘણા લોકોની પુછપરછ કરી ચુક્યું છે, તો ઈડીએ છત્તીસગઢમાં પણ ઘણા ઠેકાણાએ દરોડા પાડ્યા હતા. આ એપના કૌભાંડમાં અગાઉ બોલિવૂડ એક્ટરના પણ નામ સામે આવ્યા હતા. તો તાજેતરમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બધેલનું પણ નામ સામે આવ્યું હતું, ત્યારે મહાદેવ એપનો માલિક હોવાનો દાવો કરનાર વ્યક્તિ પણ સામે આવ્યો છે. યુવકે વીડિયો જારી કરી કહ્યું કે, તે મહાદેવ બેટિંગ એપનો માલિક છે. તેણે મુખ્યમંત્રી ભૂપેશ બધેલ પર પણ આરોપો લગાવ્યા છે.
મહાદેવ એપનો માલિક હોવાનું કહેનાર શુભમ સોની નામના વ્યક્તિએ પોતાનું પાનકાર્ડ, આધાર કાર્ડ અને પાસપોર્ટ બતાવી દાવો કર્યો કે, વર્ષ તેણે 2021માં મહાદેવ બેટિંગ એપની શરૂઆત કરી હતી. તેણે કહ્યું કે, ભિલાઈથી નાનું બુકિંગ શરૂ કર્યું અને બુકિંગની નાણાં આવવા લાગ્યા, તેની લાઈફસ્ટાઈલ પણ બદલાઈ ગઈ… જોકે બેટિંગ એપનો પર્દાફાશ થયા બાદ તેના માણસો પણ પકડાવા લાગ્યા, ત્યારબાદ વર્માજીના સંપર્કમાં આવ્યો. તેણે તેમને પ્રોટેક્શન વગર મહિને 10 લાખ રૂપિયા આપવાના શરૂ કર્યા. બેટિંગ એપમાં મારા માણસો પકડાયા તો તેણે વર્માજી પાસે મદદ માંગી. તેમણે મારી બેઠક સીએમ બધેલ સાથે કરાવી, જેમાં બિટ્ટુજી અને સીએમ બધેલે કહ્યું કે, તમારુ કામ વધારો અને દુબઈ જાવ. મુખ્યમંત્રીની સલાહ પર તે દુબઈ આવી ગયો. તેનું કામ દુબઈમાં સારુ ચાલતું હતું, જોકે ત્યાં પણ સમસ્યા શરૂ થઈ ગઈ. બેટિંગ એપમાં કામ કરનારા લોકો ફરી પકડાઈ ગયા. ત્યારબાદ તે રાયપુર આવ્યો, જ્યાં વર્માજી અને ગિરીશ તિવારીએ એસપી પ્રશાંત અગ્રવાલ સાથે મુલાકાત કરી. પ્રશાંત અગ્રવાલે મુખ્યમંત્રી સાથે સ્પીકર પર વાત કરાવડાવી, જેમાં તેમણે કહ્યું કે, તમને ત્યાં કામ સંભાળવા મોકલ્યો હતો, તું ત્યાં જઈને માલિક બની ગયો. જ્યારે સોનીએ મુખ્યમંત્રીને વિનંતી કરી તો તેમણે કહ્યું કે, પ્રશાંત સાથે વાત કરો, તારે શું કરવાનું છે, તે તને સમજાવી દેશે. ત્યારબાદ એસીપી પ્રશાંતે કહ્યું કે, જેને આપવાનું કહ્યું હતું, મેં તેને આપી દીધું… બિટ્ટુ ભૈયા દ્વારા 508 કરોડ રૂપિયા અપાયા છતાં મને સમસ્યા નડી રહી છે.
આ મામલે શુભમ સોનીએ કહ્યું કે, તેના લખેલા નિવેદનમાં સ્પષ્ટ છે કે, કેટલાક નાણાં કોને-કોને, ક્યારે, કંઈ રીતે અપાયા છે ? સોનીએ મોદી સરકારને વિનંતી કરી કે, તે પોલિટિક્સ સિસ્ટમમાં ફસાઈ ગયો છે, તે ઈન્ડિયા આવવા માંગે છે… મારી મદદ કરો.