યુક્રેન અને રશિયા તેમજ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેવા સમયે બાબા વેંગાની વર્ષ 2024ની ભવિષ્યવાણીઓ હાલ ખૂબ જ ચર્ચામાં છે. બાબા વેંગાને નોસ્ત્રાદેમસ પણ કહેવામાં આવે છે, કારણ કે તેમની અનેક આગાહીઓ સાચી પડી છે. તેમનો દાવો છે કે વર્ષ 2024નું વર્ષ ‘આફતોનું વર્ષ’ રહેશે. તેમણે 2024 માટે કરેલી આગાહીમાં પ્રમુખ પુતિનના મોતનો પ્રયાસ, યુરોપમાં આતંકી હુમલા વધવાથી લઇને કેન્સર અને અલ્ઝાઇમરની સારવાર શોધવાનો સમાવેશ થાય છે.
બાબા વેંગાએ જ વર્ષ 2022માં યુક્રેન પર હુમલાની ભવિષ્યવાણી કરી હતી. તેમને બાલ્ગનના નોસ્ત્રાદેમસ કહેવાય છે. વર્ષ 1911માં જન્મેલા રહસ્યવાદી મહિલા બાબા વેંગાએ દાવો કર્યો છે કે વાવાઝોડામાં ફસાઇ ગયા પછી પોતે અંધ થઇ ગઇ હતી. માનવામાં આવે છે કે તેમનામાં ભવિષ્યવાણી કરવાની અસાધારણ ક્ષમતા હતી. બાબા વેંગાનું મૃત્યુ 26 વર્ષ પહેલા 84 વર્ષની વયે થઇ ગયું હતું પરંતુ તેમની ભવિષ્યવાણીઓ તેમના મોતના ઘણા સમય પછી પણ સાચી સાબિત થઇ રહી છે.
વર્ષ 2024 માટે પણ બાબા વેંગાએ કેટલીક ભવિષ્યવાણીઓ કરી હતી, તેમણે કહ્યું હતું કે 2024માં પૃથ્વીની કક્ષા બદલાશે, જેનો અર્થ એ છે કે આપણે પૂર અથવા આગામી હિમયુગનો સામનો કરવો પડી શકે છે. જોકે તે એ વાત પર નિર્ભર કરશે કે પૃથ્વી સૂર્યથી કેટલી દૂર હશે. બાબા વેંગાએ પુતિનની હત્યાથી લઇને મેડિકલની સફળતાઓ અંગે પણ અનેક મોટી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે.
બાબા વેંગાએ વિનાશક હથિયારો અંગે ભવિષ્યવાણી કરી હતી. તેમનો દાવો છે કે એક ‘મોટો દેશ’ આગામી વર્ષે જૈવિક હથિયારોનું પરીક્ષણ અથવા હુમલો કરશે. આતંકીઓ આગામી વર્ષે યુરોપમાં અરાજકતા ફેલાવશે. આગામી વર્ષે સાયબર હુમલામાં પણ વધારો થઇ શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, પૃથ્વીની કક્ષામાં પરિવર્તન થઇ શકે છે, જે સામાન્ય રીતે ઘણા લાંબા સમયે થતું હોય છે પરંતુ જો તે જલ્દી થશે તો આપણે ભયાનક પ્રાકૃતિક આપત્તિઓ અને ત્યાં સુધી કે વિકિરણના સ્તરમાં વધારો પણ જોઇ શકીશું. બાબા વેંગાએ કહ્યું કે, 2024માં મોટું આર્થિક સંકટ આવશે, જેની અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડશે. આગામી વર્ષ આફતોથી ભરેલું હોવા છતાં દુનિયામાં કેટલાક સારા સમાચાર પણ જોવા મળશે. 2024માં ક્વાન્ટમ કમ્પ્યુટરિંગમાં મોટી સફળતા મળશે.





