અમદાવાદ અને અમદાવાદીઓ વર્લ્ડકપ-2023ની ફાઈનલ માટે તૈયાર છે અને રવિવારે એટલે કે 19મી નવેમ્બરના ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ રમાશે આ મેચ જોવા માટે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુદ હાજર રહેશે એ વાત પર પીએમઓ દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી છે. આ મેચ જોવા માટે ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ અને ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સને પણ આ મેચ જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ આમંત્રણનો ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમએ સ્વીકાર કર્યો છે.
પીએમઓ દ્વારા બીસીસીઆઈ દ્વારા મોકલવામાં આવેલા ઈન્વિટેશનનો સ્વીકાર કર્યો છે અને એમની સાથે સાથે જ ગૃહ પ્રધાન અમિત શાહ પણ મેચ જોવા હાજર રહેશે. એટલું જ નહીં જ ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સ પણ મેચ જોવા અમદાવાદ આવશે. આ ઉપરાંત એવું કહેવાઈ રહ્યું છે કે આ ફાઈનલ મેચ જોવા માટે પીએમ મોદી ઉપરાંત ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, મુકેશ અંબાણી સહિત બી-ટાઉનના સેલેબ્સ અક્ષય કુમાર અને અજય દેવગણ પણ હાજર રહેશે એવી માહિતી સામે આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેચ નિહાળવા અમદાવાદમાં આવવાના છે, ત્યારે આ માટે ભારે સુરક્ષા બંદોબસ્તની પણ તૈયારીઓનો આરંભ કરી દેવાયો છે. વડાપ્રધાન 19 નવેમ્બરે બપોર બાદ અમદાવાદ આવશે. મેચ નિહાળ્યા બાદ તેઓ ગાંધીનગર રાજભવનમાં રાત્રી રોકાણ કરશે. ત્યારબાદ તેઓ 20 નવેમ્બરે સવારે રાજસ્થાન ચૂંટણી પ્રચાર માટે રવાના થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઓલમોસ્ટ બે દાયકા બાદ એટલે કે 20 વર્ષ બાદ ફરી એક વખત વન-ડે વર્લ્ડકપ ફાઈનલમાં સામસામે ટકરાશે. આ પહેલાં 2003માં ઓસ્ટ્રેલિયા-ઈન્ડિયા વચ્ચે ફાઈનલ મેચ સાઉથ આફ્રિકા ખાતે રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયારે 125 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પરિણામે એવી આશા સેવાઈ રહી છે કે ટીમ ઈન્ડિયા આ વખતે પોતાના ફોર્મથી વીસ વર્ષ જૂની હારનો બદલો લઈ શકે છે.
ભારત-ઓસ્ટ્રેલિયાની ટીમ સાબરમતી રિવર ક્રૂઝ પર માણશે ગુજરાતી નાસ્તાનો સ્વાદ
અમદાવાદમાં 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપ 2023ની ફાઈનલ જંગ ખેલાવાની છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ રમાઈ તે પહેલા ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા ટીમ સાબરમતી રિવરફ્રન્ટના ક્રૂઝ પર ડિનર કરશે. એટલું જ નહીં તે અટલ બ્રિજની પણ મુલાકાત લઈ શકે છે. આ કારણે કારણે રિવરફ્રન્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સાથે જ બંને ટીમોના ખેલાડીઓ ગુજરાતી નાસ્તો ખમણ અને ઢોકળાંનો પણ આનંદ માણતા જોવા મળી શકે છે.