Wednesday, March 4, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

શહેરના ઘોઘા જકાતનાકા, તળાવ અને શાકમાર્કેટ વિસ્તારમાં દબાણોનો સફાયો

એસ્ટેટ અને દબાણ હટાવ સેલ દ્વારા લારી,કેબિન,પ્લાસ્ટિકના કેરેટ સહિતનો સમાન જપ્ત કરાયો ઃ વાહનોને લોક મારી દંડ વસુલ્યો

dharmendravaghela by dharmendravaghela
2023-11-21 14:06:59
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા દિવાળીના તહેવારો પૂર્ણ થતા જ શહેરમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ વધારવામાં આવી છે. ગઈકાલે શહેરના વિવિધ વિસ્તારોમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા બાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલ દ્વારા શહેરના ઘોઘા જકાતનાકા, ગંગાજળિયા તળાવ, શાક માર્કેટ સહિતના વિસ્તારોમાંથી અડચણરૂપ લારી-ગલ્લા સહિતના દબાણો દૂર કરી માલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.


મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા ગઈકાલે શહેરના ઉત્તર કૃષ્ણનગર,વણકરવાસ વિસ્તારમાં મંજૂરી વગરનો મંડપ અને સામાન જપ્ત કરવામાં આવ્યો હતો અને નડતરરૂપ રીક્ષાને લોક મારી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શહેરના કરચલીયા પરા, રોકડિયા હનુમાનજી મંદિર પાસેથી દબાણ દૂર કરી સમાન જપ્ત કર્યો હતો તેમજ ઘોઘારોડ, ફાતિમા સ્કૂલની સામે આવેલ વૃંદાવન સોસાયટીમાંથી અસ્થાયી પ્રકારના દબાણ દૂર કર્યા હતા તેમ જ બે કાઉન્ટર, એક લારી અને મંજૂરી વગરનો મંડપ દૂર કર્યો હતો. આ ઉપરાંત ભીલવાડા સર્કલ પાસેથી નડતરરૂપ ત્રણ વાહનોને લોક મારી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો તેમજ બે લારી જપ્ત કરી હતી. આ ઉપરાંત ટ્રાફિકને માછલાનું વેચાણ કરનાર પાસેથી ચાર બોક્સ ખાદ્ય સામગ્રી કબજે કરવામાં આવી હતી.
આજે સવારથી જ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલ દ્વારા દબાણ હટાવ કામગીરી હાથ વધારવામાં આવી હતી, જેમાં શહેરના ઘોઘા જકાતનાકા નજીક ફાતિમા કોન્વેન્ટ સ્કુલની સામે લારી,ગલ્લા સહિતના નડતર રૂપ દબાણો દૂર કરી લારી, કેબિન સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શહેરના ગંગાજળિયા તળાવ તેમજ શાકમાર્કેટ વિસ્તારમાં પણ રાઉન્ડ લઈને દબાણો દૂર કર્યા હતા તેમજ લારી, બાંકડા,પ્લાસ્ટિકના કેરેટ સહિતનો માલસામાન જપ્ત કર્યો હતો તેમજ વાહનોને લોક મારીને દંડ વસૂલ કર્યો હતો.

Tags: bhavnagardaban hatavaya
Previous Post

સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ ચોરીમાં ભાવનગર જિલ્લો મોખરે : ભાવનગર જિલ્લામાંથી ૭ મહિનામાં પકડાઇ ૨૩.૫૪ કરોડની વીજચોરી

Next Post

ભાવનગર જિલ્લા પંચાયતની ૨૮મીએ મળશે સાધારણ સભા

dharmendravaghela

dharmendravaghela

Related News

દેશની સુરક્ષા માટે અમે દરેક પગલા ઉઠાવીશું’ : નેતન્યાહૂ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી લાંબાગાળાનું યુદ્ધ નથી : નેતન્યાહુ

March 3, 2026
તાજા સમાચાર

ખામેનેઇના મોત મામલે સરકારનું મૌન તટસ્થ વલણ નહીં પરંતુ બેજવાબદારી

March 3, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

ઈરાને સમુદ્રી માર્ગ બંધ કરી જહાજો સળગાવી દેવાની ધમકી આપતા ભારતની ચિંતા વધી

March 3, 2026
Next Post
સોમવારથી સરકારી કચેરીઓ ધમધમતી થશે

ભાવનગર જિલ્લા પંચાયતની ૨૮મીએ મળશે સાધારણ સભા

ગુજરાતના 24 DEO-DPEOની બદલી

ભાવ.ના એડી. ડિસ્ટ્રિ. જજ અંજારીયાની ખેડા જિલ્લાના ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બદલી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.