Wednesday, September 16, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઘોલ માછલી ગુજરાતની સ્ટેટ ફિશ જાહેર

ઘોલ માછલીની કિંમત યુરોપ ટૂર પેકેજની બરાબર : બિયર- વાઇન- દવા બનાવવામાં પણ ઉપયોગી છે

dharmendravaghela by dharmendravaghela
2023-11-22 11:35:26
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ દરમિયાન રાજ્ય સરકારે ઘોલ (બ્લેકસ્પોટેડ ક્રોકર) માછલીને સ્ટેટ ફીશ તરીકે જાહેર કરી છે, પરિણામે માછીમારોની આવકમાં વૃદ્ધિ થશે. કેન્દ્રીય મંત્રીની હાજરીમાં સાયન્સ સિટી ખાતે બે દિવસની વર્લ્ડ ફિશરીઝ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 5000થી વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યાં હતા. ઉદ્દઘાટન પ્રસંગે કેન્દ્રીય પશુપાલન અને મત્સ્યોદ્યોગ મંત્રીએ જણાવ્યું હતું કે આ કોન્ફરન્સ મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગ-વ્યવસાયકારો, માછીમારો, એક્સપોર્ટ્સ, પ્રોસેસર્સ, પોલીસી મેકર્સ, લોજિસ્ટિક ક્ષેત્રે સંકળાયેલા લોકો માટે પ્લેટફોર્મ છે, તેમણે કહ્યું કે દેશના વિવિધ રાજ્યોએ તેમની સ્ટેટ ફીશ જાહેર કરી છે તેવી રીતે ગુજરાતે પણ ઘોલ માછલીને સ્ટેટ ફીશ તરીકે જાહેર કરી છે તેથી માછીમારોને તેના ઉચિત દામ મળતા થશે. દેશના ફીશ એક્સપોર્ટમાં ગુજરાતનો હિસ્સો 17 ટકા છે.
આ માછલી વૈજ્ઞાનિક રીતે પ્રોટોનિબિયા ડાયકાન્થસ તરીકે ઓળખાય છે અને સામાન્ય રીતે કાળા ડાઘાવાળી હોય છે. ઔષધિય ગુણોના કારણે આ માછલી પૂર્વ એશિયામાં પ્રતિષ્ઠિત બનેલી છે. આયોડિન, ઓમેગા-3, ડીએચએ, ઇપીએ, આયર્ન, ટૌરિન, મેગ્નેશિયમ, ફ્લોરાઇડ અને સેલેનિયમ જેવા તત્વો તેમાંથી મળે છે. રાજ્યના મુખ્યમંત્રીએ તેને સ્ટેટ ફીશ તરીકે જાહેર કરી છે.
ગુજરાત સરકારે ઘોલ માછલીને સ્ટેટ માછલી તરીકે જાહેર કરી છે. ઘોલ માછલીની કિંમત યુરોપ ટુર પેકેજની બરાબર છે. આ મહામૂલી માછલીની વિદેશોમાં ધુમ ડિમાન્ડ છે. ઘોલ માછલી પકડીને ગુજરાતના માછીમારો વર્ષે દહાડે લાખો કરોડો રૂપિયા કમાય છે. ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે ઘોલ માછલી મોટા પ્રમાણમાં મળી આવે છે. ગુજરાતના દરિયાકિનારે ગોલ્ડન-બ્રાઉન રંગની ઘોલ માછલી વધુ પ્રમાણમાં છે. સામાન્ય રીતે ઘોલ માછલી દોઢ મિટર લાંબી હોય છે પણ જેટલી લાંબી માછલી એટલી કિંમત વધારે. માછલી બજારમાં લંબાઇના આધારે ઘોલ માછલીની કિંમત પાંચ લાખ સુધીની બોલાય છે.

Advertisement
Tags: 10 new gurukulghol fishstate fish announce
Previous Post

ગૌતમ સિંઘાનિયા મને અને મારી દીકરીને ઢોરમાર મારે છે : રેમન્ડના માલિક પર પત્નીના ગંભીર આરોપ

Next Post

ત્રીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળશે તો કયા દેશો હશે સુરક્ષિત?

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
ત્રીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળશે તો કયા દેશો હશે સુરક્ષિત?

ત્રીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળશે તો કયા દેશો હશે સુરક્ષિત?

વર્લ્ડ કપમાં બન્યો નવો રેકોર્ડઃ સ્ટેડિયમમાં જઇને 12,50,307 દર્શકોએ જોઈ મેચો

વર્લ્ડ કપમાં બન્યો નવો રેકોર્ડઃ સ્ટેડિયમમાં જઇને 12,50,307 દર્શકોએ જોઈ મેચો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.