રિપબ્લિક ઓફ કોંગોની રાજધાની બ્રાઝાવિલેના એક સ્ટેડિયમમાં સેનાના ભરતી અભિયાન દરમિયાન થયેલી નાસભાગમાં 37 લોકો માર્યા ગયા છે. રિપબ્લિક ઓફ કોંગોના એક લશ્કરી સ્ટેડિયમમાં ભરતી અભિયાન ચાલી રહ્યું હતું. દરમિયાન મોટી સંખ્યામાં યુવાનોની ભીડ જામી હતી. અને ત્યાં નાસભાગ મચતા ઓછામાં ઓછા 37 લોકો માર્યા ગયા હતા.
છેલ્લા અઠવાડિયાથી દરરોજ ભરતી કેન્દ્રોની બહાર લાંબી લાઇનો લાગી હતી. યુવાનો મોટી સંખ્યામાં સેનામાં જોડાવા માંગતા હતા. દરરોજ લગભગ 700 લોકો નોંધણી થઇ હતી. જયારે માત્ર 1,500 જ જગ્યાઓ ઉપલબ્ધ છે. મંગળવારે વડાપ્રધાન કાર્યાલય ક્રાઈસિસ યુનિટ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રીલીઝ મુજબ, ઈમરજન્સી સેવાઓ દ્વારા 37 લોકોના મોત અને ઘણા લોકો ઘાયલ થયાની પુષ્ટિ કરવામાં આવી છે.