પોંઝી સ્કીમના આધારે 100 કરોડથી અધિકનો ગોટાળો કરનાર પ્રિસિ સ્થિત જવેલર્સનાં તામીલનાડુ તથા પુડુચેરી સ્થિત જુદા જુદા સ્થળોએ એનફોર્સમેન્ટ ડીરેકટોરેટ (ઈડી) દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. પોંઝી સ્કીમ મારફત 100 કરોડનું કૌભાંડ આચરનાર જવેલર્સનાં શોરૂમોને તાળા લાગી ગયા હતા, તેને પગલ નાણાંકીય રોકાણ કરનારાઓને ફરીયાદ નોંધાવવા રાફડો ફાટયો હતો. પોલીન્સ દ્વારા જવેલર્સ મદન સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેના અને તેની પત્નિ વિરૂદ્ધ લુકઆઉટ નોટીસ પણ જારી કરી દેવામાં આવી હતી.
આ કેસમાં હવે ઈડીએ ઝંપલાવીને પીએચએલએ કાયદા હેઠળ જવેલરી ફર્મ સામે દરોડા કાર્યવાહી હાથ ધરી છે. 23 લાખની રોકડ તથા 11.6 કિલો દાગીના કબ્જે કરવામાં આવ્યા છે તેમાં સોના ઉપરાંત ચાંદીનાં દાગીના તથા સિકકા પણ છે.ત્રણ જવેલર્સનાં માલીક મદને સોનામાં રોકાણના નામે લોકો પાસેથી 100 કરોડ ઉઘરાવ્યા હતા અને પછી હાથ ઉંચા કરી દીધા હતા.