કેનેડામાં એક મંદિરમાં યોજાયેલ કાઉન્સીલર કેમ્પમાં એસએફજી અર્થાત, શિખ ફોર જસ્ટિસના દેખાવકારોએ હંગામો કરતા કેનેડા સ્થિત હિન્દુઓએ તેમની ભાષામાં જડબાતોડ જવાબ આપતા ખાલિસ્તાનીઓએ ઉભી પૂંછડીએ દોડી જવું પડયું હતું. બન્ને પક્ષો વચ્ચે લગભગ 3 કલાક તનાવ ચાલુ રહ્યો હતો.
લક્ષ્મી નારાયણ મંદિરના અધ્યક્ષ સતીષકુમારે જણાવ્યું હતું કે તેઓ લગભગ 25 દેખાવકારો હતા અને અમે લગભગ 200 હતા. મંદિર પરિષદના પુરુષોત્તમ ગોયલે જણાવ્યું હતું કે જે લોકો અમને ચેતવણી આપી રહ્યા હતા તો અમે પણ તેનો જવાબ આપવા તૈયાર હતાં. તેમણે એવું વિચાર્યું નહીં હોય કે અમે તેમને જવાબ તેમની ભાષામાં આપવા તૈયાર છીએ. તેમણે કહ્યું હતું કે અમે ડરપોક નથી.