ઇરાકના પૂર્વીય દિયાલા પ્રાંતમાં ગુરુવારે સાંજે એક વાહન અને બચાવ ટીમને નિશાન બનાવતા રોડના કિનારે બૉમ્બ બ્લાસ્ટ થયો છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા હતા, એમ સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું. આ દરમિયાન અન્ય 14 લોકો ઘાયલ થયા હતા.
અમરાનિયા શહેરની નજીક હુમલામાં સ્થાનિક સાંસદના સંબંધીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં બે રોડસાઇડ બોમ્બ અને અજાણ્યા હુમલાખોરોના સ્નાઈપર દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જો કે તેમણે હુમલાના સંભવિત હેતુઓ વિશે વિસ્તૃત માહિતી આપી ન હતી. હુમલા બાદ સુરક્ષાદળોએ વિસ્તારમાં કર્ફ્યુ લગાવી દીધો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે અમરાનિયા શહેર નજીક હુમલામાં સ્થાનિક નેતાના સંબંધીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. રોડના કિનારે બોમ્બ મૂકવામાં આવ્યા હતા, જે વાહનની ટક્કરથી ફાટ્યા હતા. કારમાં અનેક લોકો મુસાફરી કરી રહ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે મદદ માટે સ્થળ પર પહોંચેલા સ્થાનિક લોકોને સ્નાઈપર્સ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. હુમલાખોરોને પકડવા માટે શોધ ચાલુ છે.