Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ગુજરાતનું અમદાવાદ અને હ્યોગોનું કોબે સિસ્ટર સીટીના બોન્ડથી જોડાયેલા છે – મુખ્યમંત્રી

સીએમ ભુપેન્દ્ર પટેલે હ્યોગોના ગવર્નર મોટોહિકો સૈતો સાથે કરી મુલાકાત કરી વાયબ્રન્ટ સમિટનું આમંત્રણ આપ્યું

dharmendravaghela by dharmendravaghela
2023-12-01 12:15:44
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પ્રમોશન માટે જાપાન મુલાકાતે ગયેલા ગુજરાતના હાઈલેવલ ડેલિગેશને હ્યોગો-જાપાનના ગવર્નર મોટોહિકો સૈતો સાથે મુલાકાત કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના જાપાન પ્રવાસના પાંચમા દિવસે ગુજરાતના પ્રતિનિધિમંડળ સહિત જાપાનના હ્યોગો પ્રાંતમાં આવેલા કોબેના સુપ્રસિદ્ધ નોકુફૂજી ટેમ્પલ અને ઐતિહાસિક કોબે પોર્ટની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ ગવર્નર સાથે મુલાકાતમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સૌથી પહેલા 2007માં અને પછી 2012માં હ્યોગોની મુલાકાત લીધી હતી. અહીંથી તેમણે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનું સપનું જોયું હતું. આ સપનું આજે ભારતમાં આકાર લઈ રહ્યું છે. તેમણે અમદાવાદ–મુંબઈ હાઇસ્પીડ રેલ કોરીડોરનું ભૂમિપૂજન સ્વ.શિન્ઝો આબે દ્વારા કરવામાં આવ્યું હતુએ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત અને જાપાન બંન્ને પાસે પોતાનું હેરીટેજ છે. ભારતમાં હેરીટેજના સંરક્ષણ સાથે હેરીટેજ સિટી વિકસાવવા માટે ખાસ હૃદય યોજના આદરણીય વડાપ્રધાને શરૂ કરી છે. તેમણે હ્યોગો-ગુજરાત સંબંધો અંગે કહ્યું હતું કે, હ્યોગો અને ગુજરાતનો સબંધ માત્ર બે રાજ્યો પૂરતો નથી રહ્યો. ગુજરાતનું અમદાવાદ અને હ્યોગોનું કોબે સિસ્ટર સીટીના બોન્ડથી જોડાયેલા છે. તાજેતરમાં અમદાવાદને અર્બન 20 સમિટના યજમાન બનવાનો અવસર મળ્યો હતો તેનો ઉલ્લેખ કરીને રાજ્ય સરકારે મેયોરલ સમિટમાં 2070 સુધીમાં નેટ ઝીરો ફ્યુચર માટે રજૂ કરેલા નો એન્વાયરમેન્ટ રેઝીલિયન્ટ સિટી એક્શન પ્લાન અંગે ચર્ચા-વિમર્શ કર્યો હતો.
તેમણે જાપાનીઝ કંપનીઓને ગુજરાતમાં આવકારવા ઉત્સુક હોવાનું જણાવી હ્યોગો રાજ્યના ગવર્નરને તેમના ડેલીગેશન સહિત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં પધારવા નિમંત્રણ પણ પાઠવ્યું હતું. હ્યોગોના ગવર્નર મોટોહિકો સૈતોએ રોકાણ અને વેપાર તેમજ જાપાન અને ગુજરાત વચ્ચેના ઉષ્માભર્યા સંબંધો વિશે ચર્ચા-વિમર્શ કર્યો હતો. ગવર્નરે જણાવ્યું હતું કે તેઓ તેમના પ્રાંતની વધુ કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા ઈચ્છે છે. તેમણે આગામી વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે પણ ઉત્સુકતા દર્શાવી હતી.

Tags: bhupendra patelcm invite for vibrant summitgujarathyogo governorjapan
Previous Post

અમદાવાદમાં આજથી લાયસન્સ વગર ઢોર રાખવા ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ

Next Post

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમા વધારો

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમા વધારો

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમા વધારો

UAEમાં ‘ફિર એક બાર મોદી સરકાર’ના નારા લાગ્યા

UAEમાં ‘ફિર એક બાર મોદી સરકાર’ના નારા લાગ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.