Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

રૂ।. ૩૫ લાખના ઈંગ્લીશ દારૂ અને બિયર ભરેલ ટેન્કર સાથે બે ઝડપાયા

વરતેજ પોલીસે ૮૭૮ પેટી વિદેશી,દારૂ,૭૮ પેટી બિયર તેમજ ટેન્કર મળી રૂ।. ૪૫.૩૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

dharmendravaghela by dharmendravaghela
2023-12-01 13:30:11
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના વરતેજ ગામમાંથી વરતેજ પોલીસે ઈંગ્લીશ દારૂની ૮૭૮ પેટી તેમજ ૭૮ પેટી બિયર ભરેલા અશોક લેલેન્ડ કંપનીના ટેન્કર સાથે બે પરપ્રાંતિય શખ્સને ઝડપી લઇ રૂ.૩૫ લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો તેમજ ટેન્કર અને મોબાઇલ મળી કુલ રૂ. ૪૫.૩૬ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. અંબાલાથી દારૂ અને બિયરનો જથ્થો ભરેલું આ ટેંકર સોમનાથ ખાતે જતું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.


આ અંગે પ્રાપ્ત વિગત મુજબ વરતેજ પોલીસ કાફલો ગઈ કાલે મોડી સાંજે નારી ચોકડી નજીક પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, ઇંગ્લિશ દારૂ અને બીયરનો મોટો જથ્થો ભરેલું ટેન્કર ધોલેરાવાળા રોડથી ભાવનગર તરફ આવી રહ્યું છે. જે બાતમીના આધારે વરતેજ પોલીસે વરતેજ ગામના સરકારી દવાખાના પાસે વોચમાં રહીને રોડ પર પસાર થઈ રહેલા અશોક લેલેન્ડ કંપનીના સફેદ બોડીના ટેન્કર નં. જી.જે.૦૬ – એ.ઝેડ.- ૯૨૨૩ ને અટકાવીને ટેન્કરની સલાશી લેતા ટેન્કરની અંદરથી ઇંગ્લિશ દારૂની ૮૭૮ પેટી ( બોટલ નંગ-૧૦૫૩૬,કિં. રૂ.૩૩,૩૬,૦૦૦ ) તથા બિયરની ૭૮ પેટી ( ટીન નંગ -૧૮૭૨, કિં.રૂ. ૧,૮૭,૨૦૦ ) મળી આવતા વરતેજ પોલીસે ટેન્કરના ચાલક દિનેશકુમાર ક્રિષ્નારામ બીશ્નોઈ ( રહે. સુદાબેરી, તા.ગુડામાલાની, જિ. બાડમેર, રાજસ્થાન ) તથા કલીનર રમેશકુમાર મંગલારામ બીશ્નોઈ ( રહે. સોમારડી, થાના છેડવા, જિ. બાડમેર, રાજસ્થાન ) ની ધરપકડ કરી ઇંગલિશ દારૂ તેમજ બિયરનો જથ્થો, ૦૨ મોબાઈલ, રૂ. ૫,૦૦૦ રોકડા તેમજ ટેન્કર મળી કુલ રૂ. ૪૫,૩૬,૨૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ પૂછપરછમાં જગદીશ બિશ્નોઇ ઉર્ફે જેડી ( રહે. સાંચોર રાજસ્થાન ) ના કહેવાથી હરિયાણાના અંબાલામાંથી એક અજાણ્યા ઈસમે દારૂ અને બિયરનો જથ્થો ભરી આપ્યો હોવાનું અને આ જથ્થો ગુજરાતના સોમનાથ ખાતે લઈ જવાનો હોવાનું ઝડપાયેલા બંને શખ્સએ પોલીસને જણાવ્યું હતું. વરતેજ પોલીસે આંતરરાષ્ટ્રીય દારૂની હેરાફેરીમાં સામેલ પાંચ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Tags: bhavnagardarutankervartej
Previous Post

ભાવનગર વકિલ મંડળોની તા.૨૨મી ડિસેમ્બરે ચૂંટણી

Next Post

IPS અધિકારી સુસરાની પત્નીએ ગળેફાંસો ખાધો

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
માતાએ ફોન આપવાની ન કહેતા સગીરાએ પંખે લટકી ફાંસો ખાધો

IPS અધિકારી સુસરાની પત્નીએ ગળેફાંસો ખાધો

ડે. કમિશનર પર કાર ચડાવવાના પ્રયાસમાં ૧૮ હજાર દંડ, માફી નામાની તજવીજ

ડે. કમિશનર પર કાર ચડાવવાના પ્રયાસમાં ૧૮ હજાર દંડ, માફી નામાની તજવીજ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.