અમદાવાદના નાના ચિલોડા રોડ પાસે અકસ્માત સર્જનાર પોલીસકર્મી નિકળ્યો. નાના ચિલોડા કરાઈ કટ પાસે રાતના સમયે પૂરપાટ ઝડપે આવી રહેલા એક ચાલકે અન્ય એક કાર અને એક્ટિવા ચાલકને અડફેટે લીધા હતા. જેમાં એક્ટિવા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે અન્ય કાર ચાલકને પણ ઈજા પહોંચી હતી. અકસ્માત કરનાર કાર ચાલક પોલીસકર્મી હતો તથા દારૂ પીધેલી હાલતમાં હતો. જેની સામે નરોડા પોલીસે અકસ્માતના ગુનામાં સાપરાધ મન્યુષ્ય વધનો ગુનો નોંધ્યો છે.