મંગળવારે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને ભાજપના નેતાઓની બેઠક યોજાઈ હતી. લગભગ ચાર કલાક સુધી ચાલેલી આ બેઠકમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સરકારની રચના અને મુખ્યમંત્રીઓના નામ અંગે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા હાજર રહ્યા હતા.
તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પૂર્ણ બહુમતી સાથે જીત મેળવી છે. પાર્ટીએ આ ત્રણેય રાજ્યોમાં સરકાર બનાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપની ટોચની નેતાગીરીએ આ ત્રણેય રાજ્યોના મુખ્યમંત્રીઓના નામ પણ ફાઈનલ કરી દીધા છે. જોકે, પાર્ટીએ હજુ સુધી આ નામો જાહેર કર્યા નથી.