રાજ્યની વિવિધ ચેરીટી કમિશ્નરની કચેરીઓમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર, દલાલી પ્રથા ચાલી રહી હોવાના આક્ષેપ સાથે મુખ્યમંત્રી અને કાયદામંત્રીને ભાવનગરના વ્યક્તિ દ્વારા રજુઆત થઈ છે. આ અંગે રાજકોટના એક એડવોકેટે આ અંગે રાજકોટ ચેરેટી કમિશ્નરની કચેરીમાંથી આ પત્ર મેળવી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા વિચારણા હાથ ધરતા ખળભળાટ મચી ગયો છે. આ અરજીમાં કેટલાક અધિકારીઓ તથા તેમના સગા વ્હાલા સામે નામજાગ રજુઆતો થઈ છે. આ ઉપરાંત ચેરેટીના કામોમાં જનોઈધારીનું જ ચાલે છે. તેવા પ્રકારનો ખુલ્લે આક્ષેપ પણ કરાયો છે.
સપ્ટેમ્બર મહિનામાં ભાવનગરના એક વ્યક્ત કે જે ચેરીટી કચેરીના પૂર્વ કર્મચારી રહી ચુક્યા છે. તેના સામ સાથે આ પ્રકારની અરજી થઈ છે. ઉલ્લેખનિય છે કે આ અરજીમાં ચેરીટી કચેરીના અનેક કર્મચારીઓ, અધિકારીઓના નામ લખાયેલા છે તો ભાવનગરના વકીલ મંડળો સામે પણ રજુઆત છે. આ અરજીમાં ચાર જેટલી જગ્યાએ જનોઈધારી એવા ઉલ્લેખ સાથે બ્રાહ્મણો સામે સીધા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે ત્યારે રાજકોટના એડવોકેટ ત્રિવેદીએ ૨૬ ઓકટેબરે રાજકોટ ચેરીટી કમિશ્નર પાસેથી આ અરજીની કાયદેસર નકલ માંગી તેની સામે કાર્યવાહી કરવા વિચારણા હાથ ધરી છે.
રાજ્યમાં ચાલતી ચેરેટી કમિશ્નર કચેરીઓ સામેની આ આક્ષેપ ભરેલી અરજીની નકલ વડાપ્રધાન, ચીફ જસ્ટીશ ગુજરાત, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, બાર કાઉન્સીલ ઓફ ઈÂન્ડયા સહિતનાને પણ મોકલવામાં આવી છે. જા કે આ અરજી અંગે હજુ સુધી કોઈ કાર્યવાહી કે પછી અરજી કરનારે ખુલ્લેઆમ ફરી રજુઆત કરી નથી ત્યારે તર્કવિતર્ક સાથે ચર્ચા જાગી છે.
નોંધનીય છે કે વકીલ દ્વારા સોંગદનામા સાથે મેળવાયેલી આ અરજીમાં અરજીકર્તાનો નામ અને પુરી વિગતો છે પરંતુ તેમના દ્વારા આ વાત નકારી દેવામાં આવતા તેમનો નામઉલ્લેખ અત્રે કર્યો નથી. આ અરજીના અનુસંધાને બ્રહ્મસમાજ અને ચેરેટીનું કામ કરતા વકિલોમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચા અને સામા પગલા લેવા અંગે બેઠકો થઈ રહી છે.
મને ખબર નથી અને આ બાબતમાં હું પડવા માંગતો નથી.- જેમના નામે અરજી છે તેમનો ખુલાસો
ભાવનગરના જે વ્યક્તના નામજાગ આ અરજી થઈ છે અને તેની સત્તાવાર નકલ રાજકોટના વકીલે મેળવી છે તે અંગે અરજી કરનાર વ્યક્તિનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતું કે, તેમણે આવી કોઈ અરજી કરી જ નથી. નામ, સહિ, સરનામું, તેમનું જ છે ત્યારે તેમણે અરજી નથી કરી તેવું કઈ રીતે માની શકાઈ તેમ પ્રશ્ન કરતા તેમણે જણાવ્યું હતું કે મને ખબર નથી અને આ બાબતમાં હું પડવા માંગતો નથી. આ અરજી કોણે કરી તે કેવી હું સાબીત કરી શકું, હું એટલું જ કહું કે મે આવી કોઈ અરજી કરી નથી.