શહેરના મોતીતળાવમાં આજે લાગલગાટ પાંચમા દિવસે મહાપાલિકા દ્વારા ઓપરેશન દબાણ હટાવ ચાલુ રહ્યું હતું. ગઈકાલે મોટાભાગે ડિમોલીશન કામગીરી પૂર્ણ થઈ હતી પંરતુ આજે મ્યુ.કમિશ્નર ઉપાધ્યાય રજા પુરી કરીને ફરજ હાજર થતા જ તેમને મોતીતળાવ વિસ્તારની વિઝીટ કરી હતી. જેમાં દબાણો હટ્યા બાદ આ વિસ્તારમાં આવેલ કામધેનું ગૌશાળા દ્વારા પેશકદમી કરી દિવાલ અને તાર ફેન્સીંગ કરાયું હોવાનું ધ્યાને ચડતા આ દબાણ હટાવવા સ્ટાફને કામે લગાડ્યો હતો.
એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલ દ્વારા મોતીતળાવ વિસ્તારમાં આજે તોડી પડાયેલ દિવાલો અને ઓરડીનો મલબો ઉઠાવવાની કામગીરી પણ હાથ ધરાઈ આ ઉપરાંત ઈન્ડીયન ઓઈલના પેટ્રોલ પંપ દ્વારા પેટ્રોલની જાહેરાત કરતું અને ભાવ દર્શાવતું મસમોટુ બોર્ડ કોર્પોરેશનની જાહેર જગ્યામાં લગાડેલું જણાતા તેને ઉખેડીને જપ્ત લેવાયુ હતું. આ ઉપરાંત અન્ય એક હો‹ડગસ પણ કબ્જે લેવાયુ હતું. આજે ત્રણ બુલડોઝર સાથે તંત્રએ કામગીરીનો ધમધમાટ આદર્યો હતો.