રાજ્યમાં સગર્ભા મહિલાઓને અને નવજાત બાળકોના મૃત્યુ દર અટકાવવા માટે રાજ્ય સરકારે GVK 108ની ટીમના સહયોગ સાથે ખિલખિલાટ એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા GVK અને EMRI 108ની ટીમને ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં કાપ મુકતા 60થી વધુ ખિલખિલાટ એમ્બ્યુલન્સ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે, રાજ્ય સરકારે અટકેલી ગ્રાન્ટની ફાળવણી કરતા બંધ થયેલી 60 પૈકી 50 ખિલખિલાટ એમ્બ્યુલન્સ સેવાનો ફરી પ્રારંભ થયો છે.