ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીની ઈમરજન્સી બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. તેમજ ગાઝામાં તાત્કાલિક યુદ્ધવિરામ માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં ભારત સહિત 153 દેશોએ ગાઝામાં યુદ્ધવિરામના પક્ષમાં મતદાન કર્યું હતું. આ સાથે જ 10 દેશોએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. જ્યારે 23 દેશો ગેરહાજર રહ્યા હતાં
યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે કહ્યું કે ભારતે યુએન જનરલ એસેમ્બલી દ્વારા અપનાવવામાં આવેલા ઠરાવના સમર્થનમાં મત આપ્યો છે. તેમણે કહ્યું કે સામાન્ય સભામાં જે સ્થિતિની ચર્ચા થઈ રહી છે. તેના અનેક પાસાઓ છે. 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર આતંકવાદી હુમલો થયો હતો અને ઘણા લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. જે ચિંતાનો વિષય છે. દરમિયાન ગાઝામાં એક વિશાળ માનવીય સંકટ ઉભું થયું છે.
ગાઝામાં મોટા પ્રમાણમાં નાગરિકોને જાનહાનિ થઈ છે. ત્યારે તમામ સંજોગોમાં આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું પાલન કરવાનો છે. તેમજ લાંબા સમયથી ચાલી રહેલા પેલેસ્ટાઇનના મુદ્દાનો શાંતિપૂર્ણ અને કાયમી ઉકેલ શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.