સંસદ હુમલાની વરસી નિમિત્તે સંસદભવનની સુરક્ષામાં લાપરવાહીનો મોટો મામલો સામે આવ્યો છે. લોકસભાની કાર્યવાહી દરમિયાન બે યુવાનો પ્રેક્ષક ગેલેરીમાંથી ગૃહમાં ઘૂસી ગયા હતા. અહીં તેઓએ હોબાળો મચાવ્યો હતો. શીખ ફોર જસ્ટિસના જનરલ કાઉન્સેલ અને આતંકવાદી ગુરપતવંત પન્નુએ આ “બળવાખોરો” માટે 10 લાખ રૂપિયાની કાનૂની સહાયની જાહેરાત કરી છે.
પન્નુએ હાલમાં જ એક વીડિયો મેસેજ જારી કરીને સંસદ પર હુમલાની ધમકી આપી હતી. જોકે, હજુ સુધી તમામ છ આરોપીઓ અને ખાલિસ્તાન મુવમેન્ટ વચ્ચે કોઈ કનેક્શન સામે આવ્યું નથી. ધમકીભર્યા વીડિયોમાં પન્નુએ 2001ના સંસદ હુમલાના દોષી અફઝલ ગુરુનું ‘દિલ્હી બનેગા ખાલિસ્તાન’ શીર્ષક સાથેનું પોસ્ટર બતાવ્યું હતું અને કહ્યું હતું કે ભારતીય એજન્સીઓ દ્વારા તેની હત્યાનું કાવતરું નિષ્ફળ ગયું છે. તે 13 ડિસેમ્બરે અથવા તે પહેલાં સંસદ પર હુમલો કરીને જવાબ આપશે.