એમ.એસ. યુનિવર્સિટીની સંસ્કૃત મહાવિદ્યાલયય પાસે એક વિદ્યાર્થી નમાઝ પઢતો હોય એવો હોવાનો વીડિયો બહાર આવતા ફરી વિવાદ ઉભો થયો છે અને વિદ્યાર્થીઓ દ્વારા વિરોધનો સૂર ઉઠ્યો છે
આ મામલે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે એવી માગ ઉઠી છે. વીડિયોમાં કોઇ વિદ્યાર્થી પૂછે છે કે, ‘તમે કયા ડિપાર્ટમેન્ટમાંથી છો, ક્યાંથી આવો છો? તો નમાઝ પઢતા વિદ્યાર્થીએ કહ્યું હતું કે, ઇગ્નુમાંથી આવ્યો છું તો વિદ્યાર્થીએ કહ્યું હતું કે, ‘જાહેરમાં આવુ ન કરવુ જોઇએ તો નમાઝ પઢતા વિદ્યાર્થીએ કહ્યું હતું કે, ‘ખબર નહોતી. હું દાહોદથી આવ્યો છું.’ આટલુ કહીને નમાઝ પઢતો વિદ્યાર્થી ત્યાંથી નીકળી જાય છે.
એમ.એસ. યુનિવર્સિટીના પી.આર.ઓ. લકુલીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ફરી એકવાર કોઇ વિદ્યાર્થી દ્વારા ધાર્મિક અનુષ્ઠાનનો વીડિયો વાઈરલ થયો છે. જેની તપાસ કરતા વિદ્યાર્થી એમ.એસ. યુનિવર્સિટીનો ન હોવાની જાણવા મળ્યું છે. આ મામલે વિજિલન્સ અને સિક્યોરિટી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.





