દેશના પાંચ રાજ્યોમાં તાજેતરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જો કે આ ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદથી જીવન જરૂરિયાત કેટલીક ચીજ-વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. ત્યારે હવે સીએનજીના ભાવમાં વધારો થયો હોવાના સમાચાર આવ્યા છે. દિલ્હી, નોઇડા અને ગાઝિયાબાદમાં સીએનજી (CNG)ના ભાવમાં વધારો થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ મુજબ, આ શહેરોમાં સીએનજીના ભાવમાં પ્રતિકિલો રૂ. 1 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમત આજથી લાગૂ કરવામાં આવી છે.
આ વધારા બાદ દિલ્હીમાં સીએનજીના નવા ભાવ પ્રતિ કિલો રૂ.76.59, નોઇડામાં રૂ. 82.20 પ્રતિકિલો અને ગાઝિયાબાદ અને ગ્રેટર નોઇડામાં સીએનજીના નવા ભાવ પ્રતિકિલો રૂ. 81.20 સુધી પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 20 દિવસમાં સીએનજીના ભાવમાં સતત બીજીવાર વધારો ઝીંકવામાં આવ્યો છે.