ભારતીય મેડીકલ ડિવાઈસીસનું માર્કેટ 16.4 ટકાના સીએજીઆર સાથે 2030 સુધીમાં 50 અબજ ડોલર સુધી પહોંચવાની ધારણા છે. તેનુ મુખ્ય કારણ ગ્લોબલ મેડીકલ ડીવાયસીસ સેકટરને પુન: આકાર આપતા પરિવર્તનસીલ પ્રવાહો વચ્ચે એક નિર્ણાયક તબકકા પર છે અને અભુતપુર્વ વૃદ્ધિ માટે સજજ છે.
નેશનલ મેડીકલ ડીવાઈસીસ પોલીસી (એનએમડીપી) 2023 થી ઝડપી વેગ મળી રહ્યો છે. દેશમાં મેડીકલ ડીવાઈસ સેકટર આયાત પર નિર્ભર હતું પરંતુ કોરોના મહામારી બાદ આ સેગમેન્ટમાં મજબૂત ગ્રોથના કારણે આત્મ નિર્ભરતા માર્ગે આગળ વધી રહ્યુ છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં મેડીકલ ડીવાયએસની થઈ રહેલી આયાતમાં સરેરાશ 25-30 ટકાનો ઘટાડો આવ્યો છે. ભારતે નાણાંકીય વર્ષ 2021-22 માં 2.9 અબજ યુએસ ડોલર મુલ્યની મેડીકલ ડીવાયઈસીસની નિકાસ કરી હતી. જે 2020-21 ની સરખામણીમાં 15.47 ટકાની વૃધ્ધિ દર્શાવે છે. આ વૃધ્ધિ દર વર્ષે 2019-20 ની સરખામણીમાં 5 ટકા વધુ છે.
આજે ભારત તેમના પશ્ચીમી સમકક્ષો કરતાં તુલનાત્મક અથવા તો ચડીયાતી અદ્યતન તકનીકી બનાવવામાં મોખરે છે. આ સ્થિતિ બદલાતા ગ્લોબલ હેલ્થકેર ડાયનેમીકસ સાથે સંરેખીત છે જે ભારતને સ્થાનીક અને વૈશ્વીક બન્ને જરૂરીયાતો પુરી કરવા માટે સ્થાન આપે છે.