રાજસ્થાનને આજે 14માં મુખ્યમંત્રી મળશે. આજે ભજનલાલ શર્માનો જન્મદિવસ પણ છે. તેમના પરિવારે તેમના ચંબલ પાવર હાઉસના ગેસ્ટ હાઉસમાં તેમનો જન્મદિવસ ઉજવ્યો હતો. પહેલા તેમણે ગોવિંદ દેવજી મંદિરે દર્શન કર્યા હતા.આ પછી તેમણે માતા-પિતાના ચરણ ધોયા અને તેમના આશીર્વાદ લીધા હતા. જ્યારે ડેપ્યુટી CM તરીકે પ્રેમચંદ બૈરવાએ આજે શપથ લેતા પહેલા મોતી ડુંગરી ગણેશ મંદિરે દર્શન કર્યા હતા અને ડેપ્યુટી સીએમ દિયા કુમારીએ પણ ગોવિંદ દેવજી મંદિરે દર્શન કર્યા હતા.