દિલ્હીના IGI એરપોર્ટ પર ફુલ બોડી સ્કેનર્સ અને કોમ્પ્યુટર CTX સ્કેનર્સ ઇન્સ્ટોલ થાય એવી સંભાવના છે, આના કારણે એરપોર્ટ પર મુસાફરોની સુરક્ષા તપાસમાં લાગતો સમય ઘટશે આવતા વર્ષ સુધીમાં આ એરપોર્ટ પર ફુલ બોડી સ્કેનર્સ અને CTX સ્કેનર્સ ઇન્સ્ટોલ થશે.
બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટીના ડાયરેક્ટર જનરલ ઝુલ્ફીકાર હસનના જણાવ્યા અનુસાર, મે 2024 સુધીમાં દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફુલ બોડી સ્કેનર્સ અને કોમ્પ્યુટર ટોમોગ્રાફી એક્સ-રે (CTX) સ્કેનર્સ ઇન્સ્ટોલ કરવાની સંભાવના છે.
આવા સ્કેનર વિશ્વના મોટા ભાગના મોટા એરપોર્ટ પર પહેલેથી જ હાજર છે. મેટલ ડિટેક્ટર અને મેન્યુઅલ તપાસની તુલનામાં આવા સ્કેનર મુસાફરોની ઝડપી અને સખત તપાસ થાય છે. CTXસ્કેનર્સનો ઉપયોગ કેબિન અથવા કેરી-ઓન બેગેજ તપાસવા માટે થાય છે. આમાં, મુસાફરોની તપાસ માટે ઇલેક્ટ્રોનિક ડિવાઈસ અને પ્રવાહી પદાર્થોને અલગ કરવાની જરૂર નથી.
આ સાથે જ એવી આશા રાખવામાં આવી રહી છે બંને મશીનો એકસાથે ફ્લાઇટ પહેલા મુસાફરોની સુરક્ષા તપાસમાં લાગતો સમય ઘટાડશે. આનાથી એરપોર્ટ પર ભીડ અને રાહ જોવાનો સમય ઘટાડવામાં મદદ મળવાની અપેક્ષા છે. આ વર્ષની શરૂઆતમાં, BCAS એ 1 કરોડથી વધુ મુસાફરો અને વાર્ષિક 50 લાખ મુસાફરોને હેન્ડલ કરતા તમામ એરપોર્ટને 31 ડિસેમ્બર સુધીમાં ફુલ બોડી સ્કેનર અને CTX સ્કેનર ઇન્સ્ટોલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જો કે, કેટલાક ‘રેગ્યુલેશન ઇશ્યુ’ના કારણે આ પ્રક્રિયા અને સ્કેનર્સ ઇન્સ્ટોલ કરવાની પહેલ વિલંબમાં પડી છે. પરંતુ હવે તે મે સુધીમાં IGI એરપોર્ટથી શરૂ થવાની સંભાવના છે.
જીએમઆર દ્વારા સંચાલિત IGI એરપોર્ટતે ભારતનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. નાણાકીય વર્ષ 24માં અહીંથી મુસાફરોની સંખ્યા 7 કરોડને પાર થવાની સંભાવના છે. દિલ્હી એરપોર્ટ પર વિસ્તરણ પ્રોજેક્ટ પણ ચાલી રહ્યો છે. જેના કારણે ટૂંક સમયમાં તેની વાર્ષિક પેસેન્જર હેન્ડલિંગ ક્ષમતા 10 કરોડને વટાવી જશે. એરપોર્ટ્સ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI), એરપોર્ટ ટ્રેડ એસોસિએશન, દિલ્હી એરપોર્ટને 2022 માં વિશ્વભરના દસ સૌથી વ્યસ્ત એરપોર્ટ્સમાં સ્થાન આપ્યું હતું.