કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધીને અયોધ્યામાં રામ મંદિરના નવા ભવનમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં સામેલ થવાનું આમંત્રણ મળ્યું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી ખડગે, સોનિયા ગાંધી સિવાય લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. કોંગ્રેસ નેતા સમારંભમાં હાજર રહેશે કે નહીં તે નક્કી નથી. સૂત્રોનું કહેવું છે કે સીનિયર કોંગ્રેસ નેતાઓના સમારંભમાં સામેલ થવાની શક્યતા નથી.
સૂત્રોએ કહ્યુ કે ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીને વ્યક્તિગત રીતે આમંત્રણ મોકલવામાં આવ્યું છે. સમારંભ માટે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને એચડી દેવગૌડાને પણ આમંત્રણ મળ્યું છે. ટ્રસ્ટ સાથે જોડાયેલા લોકોના એક પ્રતિનિધિમંડળે આમંત્રણ આપ્યુ છે. આગામી દિવસોમાં વિપક્ષના નેતાઓને પણ આમંત્રણ મોકલવામાં આવે તેવી શક્યતા છે.





